Home /News /gujarat /જીવલેણ ચાઈનીઝ દોરીઃ અમદાવાદ, સુરત અને રાજકોટની પોલીસ એક્ટિવ, 15ની ધરપકડ, 100થી વધુ ટેલર જપ્ત
જીવલેણ ચાઈનીઝ દોરીઃ અમદાવાદ, સુરત અને રાજકોટની પોલીસ એક્ટિવ, 15ની ધરપકડ, 100થી વધુ ટેલર જપ્ત
અમદાવાદ, સુરત અને રાજકોટની પોલીસ એક્ટિવ, ચાઈનીઝ દોરીનું વેચાણ કરના 15ની ધરપકડ, 100થી વધુ ટેલર જપ્ત કરાયા છે
Deadly Chinese Thread: ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ છતાં રાજ્યમાં તેનું વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદ, સુરત અને રાજકોટ શહેર સહિતની પોલીસે કાર્યવાહી હાથ ધરી. 15ની ધરપકડ કરાઈ અને 100થી વધુ ટેલર જપ્ત કરાયા.
અમદાવાદઃ જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં છૂટથી તેનું વેચાણ થઈ રહ્યું છે અને મોતનો ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે. ચાઈનીઝ દોરીના વેચાણની વિગતો સામે આવ્યા બાદ ગુજરાતની પોલીસની વિવિધ ટીમો એક્શનમાં આવી છે. જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી દોરીનું વેચાણ કરી રહેલા લોકો પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં ચાઈનીઝ દોરીનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું છે.
અમદાવાદમાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી
શહેરના વટવા, રામોલ, નિકોલ, નારોલ, મણીનગર, દાણીલીમડા, દરિયાપુર જેવા વિસ્તારોમાંથી પોલીસે ચાઈનીઝ દોરીના ટ્રેલર જપ્ત કરીને 9 લોકોની ધરપકડ કરી છે. જેમાં સૌથી વધુ ત્રણની ધરપકડ નારોલમાંથી કરવામાં આવી છે, જ્યાંથી પોલીસે કુલ 12 નંગ ચાઈનીઝ દોરીના ટેલર પણ કબજે કર્યા છે.
અમદાવાદ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કરનારા સામે કાર્યવાહી કરીને તેમની પાસેથી ટેલર જપ્ત કર્યા છે. શહેરમાંથી કુલ 50થી વધુ ટેલર કબજે કરાયા છે. જેમાં સૌથી વધુ દરિયાપુરમાંથી 18 અને તે સિવાય નારોલ અને નિકોલમાંથી 12-12 ટેલર કબજે કર્યા છે. જ્યારે દાણીલીમડામાંથી 4, વટવા અને રામોલમાંથી 2-2 ટેલર જપ્ત કરાયા છે.
રાજકોટમાંથી 15 ટેલર કબજે કરાયા
વાત રાજકોટની કરીએ તો અહીંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા બેની ધરપકડ કરાઈ છે અને કુલ 15 ટેલર કબજે કરવામાં આવ્યા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતમાં ચાઈનીઝ દોરીનું ઓનલાઈન વેચાણ
આ તરફ સુરતમાં ચાઈનીઝ દોરીના વેચાણની વિગતો મળતા દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે જેમાં 4ની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના ચાઈનીઝ દોરીનું ઓનલાઈન વેચાણ કરતા એક શખ્સને પણ પકડી પાડવામાં આવ્યો છે. શહેર પોલીસે કરેલી કાર્યવાહીમાં ઉધનામાંથી 30 ફીરકી, સલાબતપુરામાંથી 23 ફીરકી અને સરથાણામાંથી 10 ચાઈનીઝ દોરીની ફીરકી જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ મામલે અલગ-અલગ ત્રણ ગુના નોંધ્યા છે.
" isDesktop="true" id="1313184" >
જીવલેણ દોરીનું વેચાણ કરનારા સામે શું પગલા ભરવામાં આવે છે?
સૌથી મોટો મુદ્દો છે કે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સ સામે 188ની કલમ નોંધવામાં આવે છે. કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કે કાયદાના નિર્દેશોને તોડવા બદલ આ કલમ લાગુ કરવામાં આવે છે. જોકે, એવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે કે સામાન્ય ગુનો લાગુ પડતો હોવાથી ગુનેગારો ગણતરીના કલાકોમાં મુક્ત થયા બાદ ફરી પ્રતિબંધિત દોરીનું વેચાણ શરુ કરી દેતા હોય છે.