શરમજનક કિસ્સો! 'ડોશી આઘી જા, નહીં તો તને ત્રીજા માળે થી નીચે ફેંકી દઈશ,' પુત્રવધૂની સાસુને ધમકી

પ્રતીકાત્મક તસવીર

માથાકુટ કર્યા બાદ પણ પુત્રવધૂની ધમકી 'જો તું કે તારો દીકરો મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશો તો તમને બંને ને ખોટી ફરિયાદ કરી ભરાવી દઈશ' અમદાવાદના ગોતા વિસ્તારનો કિસ્સો

  • Share this:
અમદાવાદ : શહેરમાં ઘરેલુ હિંસા જાણે (Domestic violance) કે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. નાની નાની બાબતો માં થયેલ પારિવારિક ઝઘડા ઓ ક્યારેક એવું સ્વરૂપ ધારણ કરી લે છે કે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. આવો જ એક બનાવ શહેરના સોલા વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં પુત્રવધૂનએ સાસુ ને એ ધમકી આપીને માર મારતા સાસુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગોતા વિસ્તાર માં રહેતા ઉષાબેને પોલીસ ફરિયાદ આપી છે.

મહિલાની ફરિયાદ છે કે તેમના પુત્ર ના લગ્ન બાદ પુત્રવધૂ યેન કેન પ્રકારે તેમની અને તેમના દીકરા ને સાથે ઝઘડો કરે છે. એટલે જ નહિ લગ્ન ના પાંચેક મહિના બાદ કામની બાબત ને લઈને તેમની સાથે ઝઘડો કરી તેમને માર માર્યો હતો. જ્યારે તેમના પૌત્ર ના પ્રથમ જન્મ દિવસ એ પિયર માં જવાની ના પાડતા તેના પિતા અને બે ભાઈ ઓએ ફરિયાદી ના પુત્ર સાથે ઝઘડો કર્યો હતો. અને આમ અવાર નવાર તે ઝઘડા કરી તેની મરજી મુજબ પિયર જઈ પરત આવતી હતી.

આ પણ વાંચો :  #New18FarmReformSurvey | નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતની વિરુદ્ધ નથી, 73.05% કિસાનોએ આપ્યું સમર્થન

કેટલાક દિવસ અગાઉ ફરિયાદી ની પુત્રવધૂ તેના પિયરપક્ષ માં કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી એને ફરિયાદીના પુત્રને મન ફાવે એમ ગાળો બોલતી હતી જેથી ફરિયાદીએ આવું વ્યવહાર કરવાની પુત્રવધૂને ના પાડી હતી. જેના કારણે પુત્રવધુ ઉશ્કેરાઇ ગઇ હતી અને ફરિયાદીને ધમકી આપી હતી કે ડોસી આઘી જા નહી તો ત્રીજા માળે થી નીચે ફેંકી દઈશ.

આ પણ વાંચો :  સુરત : 'માસાએ મારી સાથે ગંદુ કામ કર્યુ એટલે તું મને વ્હાલ નથી કરતી,' 10 વર્ષની બાળકીના શબ્દો સાંભળી માતા હચમચી ગઈ

એમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો બાદમાં લોખંડના સળીયા વડે માર મારતા ફરિયાદીએ બૂમાબૂમ કરી હતી જેથી તેનો દીકરો પણ ઉપરના માળે આવી ગયો હતો. અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી પોલીસ આવે તે પહેલા ફરિયાદીની પુત્રવધુ તેની બહેન સાથે ત્યાંથી ફરાર થઈ ગઈ હતી અને જતા જતા ધમકી આપી હતી કે જો તું કે તારો દીકરો મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશો તો તમને બંને ને ખોટી ફરિયાદ કરી ભરાવી દઈશ.હાલમાં આ સમગ્ર મામલે પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published: