રાજકોટ : હળાહળ કળિયુગ! દીકરીએ મિલકત માટે સગી માતાને ગાળો આપી લાફા ઝીંક્યા

રાજકોટ : હળાહળ કળિયુગ! દીકરીએ મિલકત માટે સગી માતાને ગાળો આપી લાફા ઝીંક્યા
આ મામલે કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. (પ્રતિકાત્મક તસવીર)

રાજકોટમાં (Rajkot)  માતા પુત્રીના પવિત્ર સબંધ ને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો, દીકરાઓના જુલમની કહાણીઓ વચ્ચે અત્યાચારની ઉલટી ગંગા

  • Share this:
રાજકોટમાં (Rajkot)  માતા પુત્રીના પવિત્ર સબંધ ને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. છુટાછેડા થઇ ગયા બાદ અગાઉ રતનપરમાં માતા સાથે રહેતી અને હાલ બજરંગવાડીમાં એકલી રહેતી યુવતિએ (Daughter) પૈસા અને મકાનની મિલ્કત માટે સગી જનેતાને (Mother) ગાળો દઇ મારી નાંખવાની (Threat Of Murder) ધમકી આપી લાફા મારી તેમજ પોતાની જ દિકરી કે જે નાનીમા સાથે રહે છે તેને પણ વેંચી નાંખવાની ધમકી આપતાં ચકચાર જાગી છે. સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ પર રતનપરમાં રહેતાં સુશિલાબેનનીફરિયાદ પરથી જામનગર રોડ બજરંગવાડીમાં રહેતી તેની દિકરી હેતલ સામે આઇપીસી 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.

સુશિલાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તે રતનપર દિકરા સંદિપભાઇ સાથે રહે છે અને ભાણેજ ગ્રીષ્મા અજય રાયકુંડલીયા પણ સાથે રહે છે. નાનો દીકરો રાજેશભાઇ દસ વર્ષ પહેલા ગુજરી ગયો છે. નાની દિકરી હેતલ પછી સૌથી નાનો સંદિપભાઇ છે. દિકરી હેતલના પ્રથમ લગ્ન દ્વારકાના ક્રુપેશ ગોકાણી સાથે 2001 માં થયા હતાં. એક વર્ષ ઘર ચાલ્યા બાદ છુટાછેડા થઇ ગયા હતાં.આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

એ પછી અજય હરસુખભાઇ રાયકુંડલીયા જે માણાવદરના હતાં તેની સાથે થયેલા, તે ઘર દોઢ વર્ષ ચાલ્યું હતું. તેના થકી હેતલને એક દીકરી ગ્રીષ્મા છે. છુટાછેડા પછી જુનાગઢ વિકાસ ગૃહમાં હેતલ ગઇ હતી. 2003 માં હેતલ અને ગ્રીષ્માને હું મારી સાથે લઇ આવી હતી. ત્યારથી મારા ભેગી રહેતી હતી પણ ચારેક માસથી હેતલ અલગ રહેવા ગઇ છે.

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

મારી અને દિકરી હેતલની પોસ્ટ બચત તથા બેંકમાં સંયુકતમાં 12 લાખની એફડી હતી. જે એફડી હેતલે તેના નામે કરી લીધી છે. હેતલના નામે બજરંગવાડીમાં એક ફલેટ લઇ દીધો છે. રતનપરમાં એક મકાન પણ લઇ દીધુ છે. તેના નામે કોઠારીયા સોલવન્ટમાં એક કવાર્ટર પણ છે. આ બધા મકાન તેના નામે હોવાથી તેણે લઇ લીધા છે. તેની દિકરી ગ્રીષ્મા મારી સાથે રહે છે.

આ પણ વાંચો : મહેસાણા : મોબાઇલની દુકાનમાંથી તસ્કરોએ રૂપિયા 9 લાખનો માલ ચોર્યો, ઘટના CCTVમાં કેદ

અગાઉ પણ મારે દિકરી હેતલ સાથે મિલ્કત મામલે ઝઘડો થયો હતો. તે બજરંગવાડીના ફલેટથી અવાર-નવાર રતનપર ઝઘડા કરવા આવતી હતી. બેંકના પૈસા અને રતનપરનું મકાન હું તેની પાસે માંગુ છું તો ના પાડે છે અને ૨૪ ફેબ્રુઆરીના રોજ પણ હેતલે રતનપર આવી ગાળો દઇ મકાન તરફ આવશો તો મારી નાંખીશ અને ગ્રીષ્માને પણ કયાંક વેંચી નાંખીશ તેવી ધમકી આપી હતી તેમજ પોતે દવા પી ખોટા કેસમાં ફસાવી દેશે તેવી ધમકી આપી હતી અને મને લાફા મારી લીધા હતાં.

આ પણ વાંચો : સુરત : વરાછામાં 'કપલ બોક્સ' પર પોલીસના દરોડા, કૉફી શોપમાં એકઠા થયેલા છોકરા-છોકરીઓની અટકાયત

જેથી ગભરાઇને દિકરા સંદિપના ઘરે જતી રહી હતી. મારી દોહિત્રી ગ્રિષ્મા એટલે કે હેતલની દિકરીને હેતલ પોતે અવાર-નવાર માર મારતી હતી. અગાઉ ફરિયાદ કરી નહોતી પણ હવે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં સુશિલાબેને જણાવતાં  સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:May 11, 2021, 14:27 pm

ટૉપ ન્યૂઝ