Home /News /gujarat /

ગાંધીનગર : માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખો જાહેર

ગાંધીનગર : માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખો જાહેર

(તસવીર - shutterstock)

નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2), સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) ની જાહેરાત પડી હતી

    ગાંધીનગર : માહિતી અને પ્રસારણ વિભાગ હસ્તકની માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી 10 એપ્રિલ, 2021ના રોજ યોજાશે. માહિતી અને પ્રસારણ વિભાગ, ગાંધીનગરે આ માહિતી આપી છે.

    યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2), સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે 2/20-21 અને 1/20-21, તારીખ 22 જાન્યુઆરી 2021ના રોજ બહાર પાડવામાં આવી હતી.

    આ પણ વાંચો - મોબાઈલ ચોરી થઇ જાય તો આવી રીતે શોધી શકાય છે? ડિલીટ પણ કરી શકાય છે ડેટા

    ઉપરોક્ત જાહેરાત સંદર્ભે આગામી તા. 10 એપ્રિલ-2021ના રોજ સવારે 10 કલાકે નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2, સંપાદન)ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે.એ જ રીતે તા. 10 એપ્રિલ-2021ના રોજ બપોરે 3.00 કલાકે સિનિયર સબ-એડિટર (વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3)ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. પરીક્ષાના સ્થળ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Director of Information, Ojas, Preliminary Examination, Recruitment

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन