પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અરજી કરવાની તારીખ લંબાવાઇ

News18 Gujarati
Updated: July 18, 2019, 12:52 PM IST
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અરજી કરવાની તારીખ લંબાવાઇ
પ્રતિકાત્મક તસવીર

પાક ધિરાણ મેળવેલ ખેડૂતોની વિગતો તા.૧૫મી ઓગષ્ટ-૨૦૧૯ સુધી ઓનલાઇન ડેટા એન્ટ્રી ન કરવામાં આવ્યેથી સબંધિત બેંકની જવાબદારી ગણાશે.

  • Share this:
ભુજ: કચ્છ જિલ્લાના ખેડૂતોએ સીઝનલ એગ્રીકલ્ચર ઓપરેશન સારુ પાક ધિરાણ આપનાર તમામ બેંકોએ દિવેલા સિવાયના તમામ ખરીફ પાકો સારુ ખેડૂતોને પાક ધિરાણ આપેલ હોય તેવા તમામ ખેડૂતોની વિગતો આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાની છેલ્લી તા.૧લી ઓગષ્ટ-૨૦૧૯ નકકી કરેલ હતી. જે હવે પછી તા.૧૫મી ઓગષ્ટ-૨૦૧૯ સુધી લંબાવામાં આવી છે.

તમામ બેંકોને સૂચના આપવામાં આવે છે કે, તારીખ બેંક દ્વારા પાક ધિરાણ આપેલ તમામ ખેડૂતોના પ્રિમિયમ તા.૧૯મી જુલાઇ-૨૦૧૯ કપાત કરવા તેમજ ખેડૂતોની વિગતો દર્શાવતી નકલો તથા કપાત કરેલા પ્રિમિયમની રકમ ૧લી ઓગષ્ટ-૨૦૧૯ સુધીમાં વિમા કંપનીને મોકલી આપવા તેમજ ખેડૂતોની તમામ વિગતો ૧૫મી ઓગષ્ટ-૨૦૧૯ સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન ડેટા એન્ટ્રી ફરજિયાત પૂર્ણ કરવી.

પાક ધિરાણ મેળવેલ ખેડૂતોની વિગતો તા.૧૫મી ઓગષ્ટ-૨૦૧૯ સુધી ઓનલાઇન ડેટા એન્ટ્રી ન કરવામાં આવ્યેથી સબંધિત બેંકની જવાબદારી ગણાશે.

તમામ બેંકોએ નીચે મુજબના મુદાએ ધ્યાને લેવા પ્રિમિયમ કપાત કરવાની છેલ્લી તારીખ ૧૯મી જુલાઇ-૨૦૧૯. પ્રિમિયમની રકમ તથા ખેડૂતોની તમામ વિગતો સહિતની હાર્ડ કોપી વિમા કંપનીને રજુ કરવાની છેલ્લા તા.૧લી ઓગષ્ટ-૨૦૧૯.

ખેડૂતોની વિગતોમાં આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન ડેટા એન્ટ્રીની છેલ્લી તા.૧૫મી ઓગષ્ટ-૨૦૧૯. ખેડૂતોના આધારકાર્ડની એન્ટ્રી કરવાની છેલ્લી તા.૧૫મી ઓકટોબર .૨૦૧૯ છે  તેવું નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.
First published: July 18, 2019, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading