Home /News /gujarat /

પાટીદાર ધારાસભ્યોને ફૂલ આપી પુછાશે સમાજ સાથે છો કે પક્ષ સાથે

પાટીદાર ધારાસભ્યોને ફૂલ આપી પુછાશે સમાજ સાથે છો કે પક્ષ સાથે

અમદાવાદ : પાટીદારોએ હાર્દિક પટેલને હીરો બનાવ્યો હતો. પરંતુ છેલ્લા 2 દિવસથી છકી ગયેલા હાર્દિક સામે હવે પાટીદારોમાં જ રોષ પ્રસર્યો છે. ગઇકાલે ઉમિયાધામમાં પ્રોટોકોલ તોડીને પ્રવેશવા મુદ્દે તેની સામે ફરિયાદ નોધાઇ ચુકી છે. જો કે હાર્દિક પટેલ હજુ પણ પોતાને જ નેતા સમજે છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
અમદાવાદ : પાટીદારોએ હાર્દિક પટેલને હીરો બનાવ્યો હતો. પરંતુ છેલ્લા 2 દિવસથી છકી ગયેલા હાર્દિક સામે હવે પાટીદારોમાં જ રોષ પ્રસર્યો છે. ગઇકાલે ઉમિયાધામમાં પ્રોટોકોલ તોડીને પ્રવેશવા મુદ્દે તેની સામે ફરિયાદ નોધાઇ ચુકી છે. જો કે હાર્દિક પટેલ હજુ પણ પોતાને જ નેતા સમજે છે. હાર્દિકે ઉમિયા કેમ્પસ ખાતે બેઠક યોજી હતી તેમાં આદોલનને આગળ ધપાવવા ગઇકાલે ઘડેલા કાર્યક્રમમાં પાટીદાર ધારાસભ્યો પર નીશાન તાક્યુ છે. અને નક્કી કરાયું હતું કે, પાટીદાર ધારાસભ્યોને ફૂલ આપીને પુછવામાં આવશે કે તે સમાજની અનામતની માંગ સાથે છે કે પછી તેમના પક્ષ સાથે. આ સમયે સમગ્ર મામલાની વીડિયો ગ્રાફી પણ થશે.

ચીઠ્ઠી ઉછાડી જે ધારાસભ્યને નામ આવશે તેની મુલાકાત કરાશે. જેમાં પહેલા ઠક્કરબાપાનગરના ભાજપના ધારાસભ્ય વલ્લભ કાકડિયાનું નામ ખુલતા તેમને આ પ્રશ્ન પુછવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

જ્યારે ઊંધી દાંડીયાત્રા 5મી એટલે કે શનિવારથી નીકળવાની હતી. પરંતુ હવે પાટીદારોમાં જ હાર્દિકનો વધી રહેલા વિરોધને પગલે કાર્યક્રમ જાહેર થઇ ગયો હોવા છતાં દાંડીયાત્રા નીકળશે કે નહી તે અંગે હજુ પણ અવઢણ છે.

ફાઇલ તસવીર
First published:

Tags: ગુજરાત, પાટીદાર આંદોલન, પાટીદાર રેલી, રોષ, વિવાદ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन