Home /News /gujarat /વંદે ભારત એક્સપ્રેસના ક્ષતિગ્રસ્ત 'નાક'ની રાતોરાત થઈ 'સર્જરી', જુઓ તસવીરો

વંદે ભારત એક્સપ્રેસના ક્ષતિગ્રસ્ત 'નાક'ની રાતોરાત થઈ 'સર્જરી', જુઓ તસવીરો

વંદે ભારત એક્સપ્રેસ નુકસાન થયું ત્યારની અને બાદની તસ્વીરો

ગત રોજ ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત થયો હતો, જેને રાતોરાત રિપેર કરી દેવામાં આવ્યો છે. આ આખી ટીમે જહેમત ઉઠાવીને આગળનો ભાગ રિપેર કર્યો છે.

  અમદાવાદ:  ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને સવારે 11.15 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ટ્રેન વટવાથી મણિનગરના ટ્રેક પર ભેંસ આવી જતા એન્જિન સાથે અથડાઈ હતી અને તેમાં એન્જિનના આગળના ભાગે નુકસાન થયું હતું. જો કે, આ ટ્રેનના આગળના ભાગમાં જે નુકસાન થયું હતું તેને રાતોરાત રિપેર કરીને ફરી રાબેતામુજબ કરી દેવામાં આવી છે. હાલમાં આ આખી ટીમ કે જેમણે આખી રાત મહેનત કરીને આ ટ્રેનના આગળના ભાગને રિપેર કર્યો છે, તે ટીમ સાથે આ ટ્રેનનો ફોટો પણ સામે આવ્યો છે. જેમાં આપ જોઈ શકશો કે, જે પણ નુકસાન થયું હતું તે પહેલાની માફક થઈ ગયું છે.

  આ દુર્ઘટનના એક દિવસ બાદ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ રિપેયર થઈને ફરીથી પાટા પર દોડવા લાગી હતી. તેના આગલા ભાગને મુંબઈ સેન્ટ્રલ રેલ્વેના કોચિંગ કેર સેન્ટરમાં રિપેર કરવામાં આવ્યં. રેલવે સીપીઆરઓ સુમિત ઠાકુરે શુક્રવારે જણાવ્યું કે, ટ્રેનનો ફક્ત આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો, તેના કોઈ ફંકશનલ પાર્ટને નુકસાન નથી થયું.

  આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નુકસાન થયેલા ભાગને તાત્કાલિક સમારકામ કરી ટ્રેનને રવાના કરી હતી.


  આરપીએફે ગુનો દાખલ કર્યો


  આ મામલે ગંભીરતા દાખવી રેલવે સુરક્ષા દળ દ્વારા ભેંસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે આરપીએફે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેટલાંક દિવસ પહેલાં નરોડામાં ઢોર રસ્તામાં વચ્ચે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે છતાં હજુ સુધી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.

  આ પણ વાંચો: PM Modi Speech: મેડ ઇન ઇન્ડિયા ‘વંદે ભારત ટ્રેન’ દેશની દિશા અને દશા બદલશેઃ PM મોદી

  ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ


  આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઇન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઇડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Ahmeadbad, Vande Bharat Express

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन