ભૂવાએ પોત પ્રકાશ્યું : સંતાન પ્રાપ્તિ માટે આવેલી યુવતી પર સ્મશાનમાં દુષ્કર્મ આચર્યું

News18 Gujarati
Updated: June 5, 2020, 10:02 AM IST
ભૂવાએ પોત પ્રકાશ્યું : સંતાન પ્રાપ્તિ માટે આવેલી યુવતી પર સ્મશાનમાં દુષ્કર્મ આચર્યું
પ્રતિકાત્મક તસવીર

એકલામાં વિધિ કરવી પડશે તેમ કહીને ભૂવાએ મહિલાના પરિવારને દૂર મોકલી દીધો હતો, બાદમાં બળજબરીથી દુષ્કર્મ આચર્યું.

  • Share this:
દાહોદ : ધાર્યું કામ કરાવવા માટે લોકો અંધશ્રદ્ધામાં ફસાતા હોય છે. ભોળી પ્રજાને પોતાની જાળમાં ફસાવવા માટે તેમની આસપાસ જ પાખંડીઓ ટાપીને બેઠા હોય છે. દાહોદ જિલ્લા (Dahod District)માં સંતાન પ્રાપ્તિની આશામાં એક યુવતી (Girl) દુષ્કર્મનો ભોગ બની છે. આ મામલે સીંગડવ તાલુકાના રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. એવી પણ માહિતી મળી છે કે ઢોંગી ભૂવા (Tantrik)એ સ્મશાન ખાતે યુવતીના પરિવારના લોકોને દૂર મોકલી દીધા હતા. જે બાદમાં યુવતીને નિર્વસ્ત્ર થવાનું કહ્યું હતું અને વિધિ કરવાના બહાને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

ઘરની મહિલાને સાજી કરવાનું કહીને પુત્રવધૂને ફસાવી

મળતી માહિતી પ્રમાણે સીંગવડ તાલુકના એક ગામમાં એક મહિલા મગજની બીમારીથી પીડાઈ રહી છે. તમામ દવા કર્યા બાદ પરિવારના લોકો તેને નજીકના પલ્લા ગામ ખાતે આવેલા મુકેશ રૂપસિંગ સંગાડા નામના ભૂવા પાસે થઈ ગયા હતા. જ્યાં ભૂવાએ દાવો કર્યો હતો કે તે વિધિ કરીને મહિલાને સાજી કરી દેશે. આ દરમિયાન ભૂવાને માલુમ પડ્યું હતું કે પરિવારની પુત્રવધૂને કોઈ સંતાન નથી. આથી ભૂવાએ પરિવારને ઝાળમાં ફસાવીને પહેલા પુત્રવધૂને સંતાન અપાવી દેવાની વાત કરી હતી.

આ પણ વાંચો : રાજકોટ : DVRમાં શોર્ટ-સર્કિટ થતાં તણખાં સેનિટાઇઝર પર પડ્યા, યુવક આગને હવાલે થયો

ભૂવાની વાતમાં ફસાયો પરિવાર

મહિલાને ઘણા સમયથી કોઈ સંતાન ન હોવાથી પરિવાર ભૂવાની મીઠી મીઠી વાતોમાં આવી ગયો હતો. જે બાદમાં પરિવાર સંતાનપ્રાપ્તિ માટે વિધિ કરાવવા માટે તૈયાર થઈ ગયો હતો. જે બાદમાં નિઃસંતાન મહિલા, તેની નણંદ અને તેના સસરા ભૂવાના કહેવા પ્રમાણે છાપરી ગામ ખાતે આવેલા સ્મશાનમાં પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ ભૂવાએ એકલામાં વિધિ કરવાનું કહીને મહિલાની નણંદ અને સસરાને દૂર જતા રહેવા કહ્યું હતું. 

આ પણ વાંચો :  'હું ઉપ-સરપંચ છું, મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો બદનામ કરી દઈશ'

જે બાદમાં ભૂવાએ કંઈક વિધિ કરવાનો ઢોંગ કર્યો હતો. જે બાદમાં યુવતીના હાથ પકડીને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. મરજી વિરુદ્ધનું કૃત્ય થતાં જ યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી અને પરિવાર ત્યાં દોડી આવ્યો હતો. પરિવાર ત્યાં પહોંચતા જ ભૂવો ભાગી ગયો હતો. આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: June 5, 2020, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading