ડભોઈઃ ભાજપના ઉમેદવાર ભાજપના શૈલેષ મહેતાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ લઘુમતી સમાજને ડરાવી રહ્યા છે. વીડિયો ક્લિપમાં બીજેપીના ઉમેદવાર કહી રહ્યા છે કે, 'હું જે કોમમાં જનમ્યો છું તેના માટે લડીશ. હવે જે છમકલાં કરે છે તે છમકલાં એમણે બંધ કરવા પડશે નહીં તો ઇંટનો જવાબ પથ્થરથી મળશે.' નોંધનીય છે કે ડભોઈ બેઠક પરથી શેલૈષ મહેતાની સામે કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં શું કહી રહ્યા છે બીજેપી નેતા?
'ભાજપના નેતા અહીંયા કોઈ ટોપી-દાઢીવાળા બેઠા હોય તો માફ કરજો. પણ એ વસ્તી થોડી ઘટાડવાની જરૂર છે. ઓછી કરવાની જરૂર છે. મને અહીંના ઘણા આગેવાનોએ આ વાતો રોકવાની, ન બોલવાની વાત કરી. મેં કહ્યું 90% લોકો મારી પડખે હોય તો 10% ટકા માટે કેમ બોલવાનુ બંધ કરુ?'
ઇંટનો જવાબ પથ્થરથી મળશે
'જે કોમ માટે જનમ્યા હોય તે કોમ માટે બોલવાનું નહીં? એવું કહેતા હો તો ચૂંટણી ના લડુ ભાઈ. હું જે કોમમાં જનમ્યો છું તેના માટે લડીશ. હવે જે છમકલાં કરે છે તે છમકલાં એમણે બંધ કરવા પડશે નહીં તો ઇંટનો જવાબ પથ્થરથી મળશે.'
એમને ડરવું જોઈએ...
'એક તડીપારે એવું કહ્યું કે અમને ભાજપના અત્યારના ઉમેદવારથી ડર લાગે છે. એમાં એ ખોટા નથી. ડર બેસાડવા માટે જ આવ્યો છું ભાઈ. ડરવા માટે નહીં ડરાવવા માટે આવ્યો છું. જાહેરમાં કહું છું કોઈ ચોરીછૂપીથી નથી કહેતો. આવા અસામાજિક તત્વો ડરે તેની તાતી જરુરિયાત છે. એમને ડરવું જ જોઈએ. આંખ ઉઠાઈને વાત જ નહીં કરવાની. વાત કરશો તો તેનું પરિણામ ભોગવવું પડશે. અહીં દુબઈની જેમ વસ્તી ન થાય. આપણને એ પણ ખાતરી આપું કે મારા હરીફ ઉમેદવારની માફક કદી મંદિર કે મસ્જિદ માટે દાન દક્ષિણા નહીં આપું.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર