અમદાવાદમાં ઘર ભાડે રાખીને વેચતા હતા દારૂ, 2 વ્યક્તિની ધરપકડ

આરોપીઓએ હિમાલયા ટાવર પાછળ બિજલ બંગ્લોઝમાં બંગલો ભાડે રાખી દારૂનું વેચાણ કરતા હતા.

News18 Gujarati
Updated: April 16, 2019, 1:49 PM IST
અમદાવાદમાં ઘર ભાડે રાખીને વેચતા હતા દારૂ, 2 વ્યક્તિની ધરપકડ
અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારમાંથી 6.60 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.
News18 Gujarati
Updated: April 16, 2019, 1:49 PM IST
નવીન ઝા, અમદાવાદ: શહેરનાં સેટેલાઇટ વિસ્તારમાંથી 6.60 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં આરોપી સચિન ઠાકર અને ધવલ રાદડીયા બિજલ બંગલોઝમાં એક ઘર ભાડે રાખીને દારૂનું વેચાણ કરતા હતાં. તેમને ઝડપી પાડવામાં આવ્યાં છે. આ ઉપરાંત ટીમે આરોપીઓનાં વાહનો પણ કબજે કર્યા છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ડીજી વિજિલન્સે મળેલી બાતમીનાં આધારે દરોડા પાડ્યાં હતાં. આરોપીઓએ હિમાલયા ટાવર પાછળ બિજલ બંગ્લોઝમાં બંગલો ભાડે રાખી દારૂનું વેચાણ કરતા હતા. તે બંન્ને આરોપીઓ સચિન ઠાકર અને ધવલ રાદડીયાને ઝડપી પાડીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ આરોપીઓની સાથે સ્ટેટ મોનિટરિંગ સેલે ફોર્ચ્યુનર, શેવરોલેટ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગઇકાલે એટલે કે 14મી એપ્રિલનાં રોજ અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂની મહેફીલ માણતાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમા 3 યુવતીઓ પણ સામેલ છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ લોકો વસ્ત્રાપુરનાં રીજન્ટ પાર્કમાં આવેલા બંગલાનાં ધાબા પર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ત્યાંથી પોલીસે આમની ધરપકડ કરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે દારૂ મહેફિલ માણતા આરોપીઓમાં એક સગા ભાઈ- બહેન અને પતિ-પત્ની પણ સામેલ છે. રિજન્ટ પાર્કમાં રહેતા મોહિલ પટેલ નામના યુવકનો જન્મદિને દારૂની પાર્ટી કરી રહ્યાં હતાં. આ યુવક નાગપુરમાં નોકરી કરે છે અને તે ત્યાંથી જ તે દારૂ લાવ્યો હતો.
First published: April 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...