Home /News /gujarat /Tauktae Cyclone: ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, VIDEO થયા વાયરલ

Tauktae Cyclone: ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, VIDEO થયા વાયરલ

ટાઉતે વાવાઝોડાએ વેરેલા વિનાશના અનેક વીડિયો સામે આવ્યા છે. (Pic- twitter)

ચક્રવાતી વાવાઝોડા ટાઉતેના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યો પ્રભાવિત થયા, સોશિયલ મીડિયા પર વિનાશના દૃશ્યો વાયરલ

અમદાવાદ. ભીષણ ચક્રવાતી વાવાઝોડા ટાઉતે (Tauktae Cyclone) સોમવાર રાત્રે લગભગ 8 વાગ્યે ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે ટકરાયું. તે સૌરાષ્ટ્ર (Saurashtra)માં દીવ (Diu) અને ઉના (Una)ની વચ્ચે કાંઠા પર ટકરાયું. ત્યારબાદ મધરાતે 12 વાગ્યા સુધી લેન્ડફોલ (Landfall)ની પ્રક્રિયા ખતમ થઈ. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર અત્યાર સુધીમાં તેના કારણે કોઈ પણ મોત થવાના અહેવાલ સામે નથી આવ્યા. રાજ્ય સરકાર તરફથી વાવાઝોડા પહેલા જ બે લાખ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

વાવાઝોડું ટકરાયું તે સમયે પવન 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાતો હતો. આઇએમડીએ કહ્યું કે ચક્રવાત રાત્રે લગભગ 9:30 વાગ્યે ટકરાવા દરમિયાન કેન્ર્મશાસિત પ્રદેશ દીવમાં 133 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે ટાઉતે વાવાઝોડું ખૂબ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આ પેલા તે ખૂબ જ ગંભીર શ્રેણીમાં હતું.



આ પણ વાંચો, Tauktae: મુંબઈમાં નૌસેનાએ વાવાઝોડામાં ફસાયેલા 146 લોકોને બચાવ્યા, અન્ય લોકોની શોધખોળ ચાલુ











બીજી તરફ, મહારાષ્ટ્ર, દીવ અને ગુજરાતમાં આ ચક્રવાતી વાવાઝોડા દરમિયાન લોકોએ પણ પોતાના કેમેરામાં વીડિયો અને તસવીરો લીધા છે. જે સોશિયલ મીડિયામાં સામે આવતા જ વાયરલ થઈ ગયા છે.

આ પણ વાંચો, Tauktae Cyclone: મુંબઈએ 40 વર્ષમાં પહેલીવાર કર્યો ભીષણ વાવાઝોડાનો સામનો, મહારાષ્ટ્રમાં 6 લોકોનાં મોત

વાવાઝોડાના કારણે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે 12 હજારથી વધુ નાગરિકોને દરિયાકાંઠા વિસ્તારોથી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા. તેમાં રાયગઢ જિલ્લાના 8380, રત્નાગિરીના 3896 અને સિંધુદુર્ગ જિલ્લાના 144 લોકો સામેલ છે.
First published:

Tags: Diu, Maharashtra, Social media, Tauktae cyclone, ગુજરાત, મુંબઇ, વાયરલ વીડિયો

विज्ञापन