Home /News /gujarat /

નર્મદાઃ ચક્રવાત સાથે વરસાદથી કેળના પાકને નુકશાન,102ગામોમાં અંધારપટ

નર્મદાઃ ચક્રવાત સાથે વરસાદથી કેળના પાકને નુકશાન,102ગામોમાં અંધારપટ

નર્મદાઃ ગઈકાલે વરસેલા અનરાધાર વરસાદના પગલે નર્મદા જીલ્લામાં પણ અસંખ્ય નુકસાનના આંકડા બહાર આવ્યા છે. ખુબજ ઝડપથી ફૂકાયેલા વાવાઝોડાને કારણે જીલ્લાના 102 ગામડાઓમાં વીજ પુરવઠો ડુલ થયો હતો. તથા ખેડૂતોના ઉભા પાકમાં કેળ અને શેરડીના તૈયાર પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
નર્મદાઃ ગઈકાલે વરસેલા અનરાધાર વરસાદના પગલે નર્મદા જીલ્લામાં પણ અસંખ્ય નુકસાનના આંકડા બહાર આવ્યા છે. ખુબજ ઝડપથી ફૂકાયેલા વાવાઝોડાને કારણે જીલ્લાના 102 ગામડાઓમાં વીજ પુરવઠો ડુલ થયો હતો. તથા ખેડૂતોના ઉભા પાકમાં કેળ અને શેરડીના તૈયાર પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું.

નર્મદા જીલ્લમાં ખાસ કરીને મોટા ઉદ્યોગો કે વ્યવસાય નથી ત્યારે ખેતી જ અહીના લોકોનો મુખ્ય વ્યવસાય છે. અને તેમાય ચોમાસું ખેતીનું અહી ઘણું મહત્વ છે. ખાસ કરીને નર્મદાના ખેડૂતો શેરડી અને કેળની ખેતી કરે છે. ત્યારે કેળાના તૈયાર પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે.

તૈયાર કેળાંના છોડ વાવાઝોડાના અસરની કારણે સુઈ જતા તૈયાર કેળાની લૂમો જમીનદોસ્ત થવા પામી હતી. ખુબજ ઝડપથી ફૂકાયેલા વાવાઝોડાને કારણે જીલ્લાના 102ગામડાઓમાં વીજ પુરવઠો ડુલ થયો હતો.

દક્ષિણ ગુજરાત વીજ કંમ્પની દ્વારા લગાવવામાં આવેલા 60  પોલ જમીનદોસ્ત થવાથી વીજ પુરવઠો ખોરવાયો છે. જોકે નુકસાનનો સાચો આંકડો તો આજ સાંજ સુધીમાં આવશે. અંતરિયાળ ગામડાઓમાં થયેલ નુકસાનની વિગતો હજી તંત્ર પાસે આવી નથી. પરંતુ વીજ કંપની દ્વારા હાલ તો 50 વીજ પોલ પર વીજળીક ગતિથી સમારકામ કરવામાં આવી રહ્યું છે. આજ સાંજ સુધીમાં ગામડાઓમાં વીજ પુરવઠો રાબેતા મુજબ  થઇ જશે તેવું આશ્વાસવ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મુખ્ય ઇજનેર આર.એમ.ચૌધરીએ આપ્યું હતું.

ખેડૂતો કેળનો પાક બગડતાં મુસીબતમાં મુકાયા

જીલ્લામાં  90 ટકા  વિસ્તારમા ખેતી થાય છે.એક અંદાજ મુજબ જિલ્લામા 1 લાખ દસ હજાર હેકટર જમીનમા ખેતી થાય છે.  તે પૈકી  ચાલીસ હજાર હેકટરમા કપાસ, 20 હજાર હેકટરમા ડાંગર, 23 હજાર હેકટરમા તુવેર અને 6 હજાર હેકટરમા મકાઇ જુવાર અને સોયાબીનની ખેતી થાય છે. શેરડી અને કેળની ખેતી મોટા ભાગે કરાઈ છે ત્યારે ગઈ કાલે પડેલો વરસાદ અને વાવાઝોડા ને નર્મદાના ખેડૂતો છેલ્લા 40વર્ષોના ઈતિહાસમાં પહેલી ઘટના ગણાવી રહ્યા છે. અને તેને કારણે જ તૈયાર કેળાના પાક, મકાઈ જુવારમાં મોટું નુકસાન થવાથી ખેડૂતો પાયમાલ થઈ જવાની ભીતિ પણ સેવી રહ્યા છે. વળી આ તો સીઝનનો પ્રથમ વરસાદ જ છે અને હજી આખી સીઝન બાકી છે ત્યારે હવે કુદરત જ હવે પછીની આફતમાં બચાવે અને સરકાર જ કોઈ સહાય જાહેર કરે તેમ હાલ તો અહીના ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

સુરત જીલ્લામાં પણ કેળનો ઉભો પાક વાવાઝોડાએ બગાડ્યો

સુરતઃ જીલ્લામાં ગત રોજ મેઘરાજાએ ભારે કરી હતી. વાવાઝોડા
સાથે શરુ થયેલ વરસાદની સીધી અસર જન જીવનની સાથે ખેતી  વિવિધ પાકો પર જોવા મળી હતી. સુરત જીલ્લામાં મહત્તમ ખેડૂતોએ કેળાની ખેતી કરી હતી.
હાલ ખેતરમાં કેળાના પાકનો ઉતારનો સમય ચાલી રહ્યો છે. ત્યારે આવા સમય
એ વાવાઝોડું અને સાથે વરસાદ પડતા ઉભેલ કેળાનો પાક નાશ થયો છે. જેથી
હજારો હેક્ટરમાં કેળાના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે.
First published:

Tags: કેળા, ખેડૂત, ખેતી, ગુજરાત, મુશ્કેલી, વરસાદ, વિરોધ, વિવાદ, સરકાર

આગામી સમાચાર