વાવાઝોડું 'ઓખી' ગુજરાત તરફ આવશે, વિવિધ વિસ્તારમાં વરસાદની આશંકા

Kaushal Pancholi | News18 Gujarati
Updated: December 3, 2017, 9:40 AM IST
વાવાઝોડું 'ઓખી' ગુજરાત તરફ આવશે, વિવિધ વિસ્તારમાં વરસાદની આશંકા
જેમ જેમ તે ગુજરાત તરફ આવશે તેની તાકાત ઓછી થતી જશે

જેમ જેમ તે ગુજરાત તરફ આવશે તેની તાકાત ઓછી થતી જશે

  • Share this:
અરબ સાગરમાં ઉદ્ભવેલો ચક્રવાત ઓખી હવે વધારે ખતરનાક બની રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સમયે હવે તે દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં છે. આમાં 150થી 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા ફૂંકાઈ રહી છે અને વવાઝોડાની ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે.

હવામાન વિભાગના સાઈક્લોન સેન્ટર પ્રમાણે હવે આ વાવાઝોડું લક્ષદ્રીપથી દૂર જઈ રહ્યું છે. લક્ષદ્રીપથી તે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દૂર જઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે 3 ડિસેમ્બરની સવારથી સાઈક્લોનની તાકાત ઓછી થતી જશે પરંતુ પછી આ ચક્રવાત ગુજરાત તરફ આવશે. 3 ડિસેમ્બર પુરો થતાં થતાં તેની ઝડપ 135થી 145 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે. 4 ડિસેમ્બર આ ચક્રવાત ખંભાતની ખાડી તરફ આવશે પરંતુ જેમ જેમ તે ગુજરાત તરફ આવશે તેની તાકાત ઓછી થતી જશે.હવામાન વિભાગે 4 ડિસેમ્બરથી ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે. માનવામાં આવે છે કે 5 ડિસેમ્બરની રાત્રે આ તોફાન ગુજરાતમાં લેન્ડ ઓફ કરશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ત્યારબાદ 6 ડિસેમ્બરના રોજ આ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને ધીમે-ધીમે પુરૂ થવા લાગશે.

હવામાન વિભાગના એડીજી ડો.મહાપાત્રાના મતે ચક્રવાતને કારણે 48 કલાક પછીના કોઇ પણ પૂર્વાનુમાન સો ટકા સાચા પડે તેવી સંભાવના ઓછી છે. જેમ-જેમ સાઇકલોનર દરિયાકિનારે પહોંચશે તેમ-તેમ તેના અંગેના પૂર્વાનુમાન બદલાતા રહેશે. પરંતુ સાઇકલોન સેન્ટરનું કહેવું છે કે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના તમામ વિસ્તારોમાં 4 તારીખથી ઝડપી પવન ફૂંકાતા સમુદ્રમાં ઉંચી લહેરો ઉઠવાની સંભાવના વધારે છે. આથી માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ આપી છે.
First published: December 3, 2017, 9:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading