Home /News /gujarat /

અમદાવાદ : યુ ટ્યુબ પર ખોટા ન્યૂઝ પ્રસારિત કરતાં પહેલા ચેતી જજો, નહી તો આવો થશે અફસોસ

અમદાવાદ : યુ ટ્યુબ પર ખોટા ન્યૂઝ પ્રસારિત કરતાં પહેલા ચેતી જજો, નહી તો આવો થશે અફસોસ

અમદાવાદ સાયબર ક્રાઇમ એ સુરેશ પરમાર, જીગર ધામેલીયા, સુરેશ લુહાર નામના આરોપી ની ધરપકડ કરી

Cyber Crime : યુટ્યુબ ચેનલ (You tube)) પર રથયાત્રામાં હુમલો થયો છે, આખું દ્વારકા ભારે વરસાદમાં તણાઈ ગયું, જેવા ખોટા અને ભ્રામક સમાચાર (Fake News) પ્રસારિત કરતા હતા. આરોપી આવા ફેક અને સનસની ફેંલાવે તેવા સમાચાર પ્રસારિત કરીને મહિને 1 લાખ જેટલા રૂપિયા કમાતા હતા

વધુ જુઓ ...
અમદાવાદ : યુ ટ્યુબ ચેનલ પર ખોટા અને ભ્રામક ન્યૂઝ પ્રસારિત કરતાં સાયબર ક્રાઇમ (Cyber Crime)ની કાર્યવાહી વર્તમાન સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા (Social Media) મહત્વનું પાસું છે. કેટલાક લોકો તેનો સદઉપયોગ ની સાથે દુરુપયોગ પણ કરી રહ્યા છે..અમદાવાદ સાયબર ક્રાઇમએ એવા માસ્ટમાઇન્ડો ની ધરપકડ કરી છે. જે યૂટ્યૂબ (You Tube) ચેનલ પર ફેક ન્યુઝ (Fake News) પ્રસારિત કરતાં અને લાખો રૂપિયા કમાતા હતા. પરંતુ ખોટા અને ભ્રામક ન્યૂઝ પ્રસારિત કરતાં ક્રાઇમ બ્રાન્ચ એ તેઓ ની સામે કાર્યવાહી કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ એ સુરેશ પરમાર, જીગર ધામેલીયા, સુરેશ લુહાર નામના આરોપી ની ધરપકડ કરી છે. આ આરોપી ઓએ આમ તો સામાન્ય અભ્યાસ કર્યો છે. પરંતુ પૈસા કમાવવા ની લાલચમાં આ ત્રણેય આરોપી ઓએ અલગ અલગ યૂટ્યૂબ ચેનલ બનાવી. જેમાં ખોટા સનસનીખેજ અને આકર્ષક સમાચાર પોસ્ટ કરી યુ ટ્યુબ માં વ્યૂઅર મેળવી પૈસા કમાતા હતા..આ ત્રણેય આરોપી છેલ્લા એક વર્ષથી ગુજરાત ની અલગ અલગ ઘટનાઓ અંગે સમાચાર બનાવી યૂટ્યૂબ પર પ્રસારિત કરતાં હતા. જો કે ખોટા અને ભ્રામક ન્યૂઝ પ્રસારિત કરતાં સાયબર ક્રાઇમ દ્વારા તેઓ ની સામે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો અમદાવાદ : હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા વચ્ચે ભારતે પથ્થરનો જવાબ ફુલથી આપ્યો, જુઓ શું છે મામલો?

આ ટ્યુબ ચેનલ પર રથયાત્રામાં હુમલો થયો છે, આખું દ્વારકા ભારે વરસાદ માં તણાઈ ગયું, જેવા ખોટા અને ભ્રામક સમાચાર પ્રસારિત કરતા હતા. આરોપી આવા ફેક અને સનસની ફેંલાવે તેવા સમાચાર પ્રસારિત કરીને મહિને 1 લાખ જેટલા રૂપિયા કમાતા હતા. સાયબર ક્રાઇમે હવે આવા ભય ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા અલગ અલગ 5 યુ ટ્યુબ ચેનલ ના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરીને 3 સંચાલકો ની ધરપકડ કરી છે. વધારે વ્યૂઅર મેળવા માટે ની લાલચ માં આવા ફેક હેડિંગ સાથે ન્યુઝ પ્રસારિત કરતા યૂટ્યૂબ સંચાલકો સામે સાયબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad cyber crime, Ahmedabad news, CYBER CRIME, Fake News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन