અમદાવાદમાં આજથી રાતના કર્ફ્યૂના સમયમાં ફેરફાર, મોલ-સિનેમાગૃહ શનિ-રવિ બંધ

અમદાવાદમાં આજથી રાતના કર્ફ્યૂના સમયમાં ફેરફાર, મોલ-સિનેમાગૃહ શનિ-રવિ બંધ
પ્રતિકાત્મક તસવીર

જ્યા સુધી નવી જાહેરાત ન થાય ત્યા સુધી આ સ્થિતિ અમલમાં રહેશે, અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તારમાં વધારો થયો

  • Share this:
    અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ઝડપી રહ્યા છે. જેના કારણે સરકાર એક પછી એક આકરા નિર્ણયો કરી રહી છે. અમદાવાદમાં વધી રહેલા કેસના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં રાતના કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલથી એટલે કે 19 માર્ચથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે. જ્યા સુધી નવી જાહેરાત ન થાય ત્યા સુધી આ સ્થિતિ અમલમાં રહેશે. આ સિવાય શનિવાર અને રવીવારના રોજ મોલ અને સિનેમા ઘર બંધ રહેશે. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં આ નિર્ણયો કરવામાં આવ્યા હતા.

    અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તારમાં વધારો થયો છે. આજે નવા 23 વિસ્તારનો માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં સમાવેશ થયો. આજે પાંચ વિસ્તાર માઇક્રો કન્ટેઇમેન્ટ દૂર કરાયા. અમદાવાદ શહેરમાં કુલ 107 માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તાર છે.



    આ પણ વાંચો - 8 મહાનગરોમાં સ્કૂલ-કોલજમાં ઓફલાઇન શિક્ષણ બંધ, વધતા કોરોના કેસના કારણે નિર્ણય કરાયો

    આ પહેલા સરકારે સ્કૂલ-કોલેજને લઈને પણ મોટો નિર્ણય કર્યો છે. સરકારે 8 મનપામાં 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે .અન્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક શિક્ષણ ચાલુ રહેશે. આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.

    રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 1276 કેસ નોંધાયા છે. જેની સામે 899 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 3 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 304, સુરતમાં 395, વડોદરામાં 129, રાજકોટમાં 113, જામનગરમાં 48, ભાવનગરમાં 32, ખેડા, પંચમહાલમાં 25-25, દાહોદ, ગાંધીનગરમાં 24, મહેસાણામાં 18-18, આણંદ, કચ્છમાં 15-15, ભરૂચ, મહિસાગર, નર્મદા, સાબરકાંઠામાં 13-13 સહિત કુલ 1276 કેસ નોંધાયા છે.
    Published by:Ashish Goyal
    First published:March 18, 2021, 20:30 pm

    ટૉપ ન્યૂઝ