Home /News /gujarat /

CSIR NIO Recruitment 2022: CSIR NIOમાં 22 જગ્યાની ભરતી, 2,08,700 રૂપિયા સુધી મળશે પગાર

CSIR NIO Recruitment 2022: CSIR NIOમાં 22 જગ્યાની ભરતી, 2,08,700 રૂપિયા સુધી મળશે પગાર

CSIR NIO Recruitment 2022 L: નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી દ્વારા 22 જગ્યા માટે બહાર પાડવામાં આવી છે ભરતી

CSIR NIO Recruitment 2022 : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફી (CSIR-National Institute of Oceanography) દ્વારા 22 જગ્યાની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના આધારે અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    CSIR NIO Recruitment 2022: CSIR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફી (CSIR-National Institute of Oceanography) ગોવા દ્વારા સાયન્ટિસ્ટ (Scientist) ના વિવિધ પદો માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છુક હોય અને તમામ યોગ્યા ધરાવતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ www.nio.org અરજી કરી શકે છે, સાથે જ પગાર અને લાયકાત સિવાયની અન્ય વિગતો ચકાસી શકે છે. ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ, 2022 રહેશે. જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત 22 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

    CSIR NIO Recruitment 2022: મહત્વની વિગતો

    ભરતી બોર્ડ: CSIR- નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓશનોગ્રાફી
    ઓફિશિયલ વેબસાઈટ: www.nio.org
    પદનુ નામ: સાઈન્ટિસ્ટ
    ખાલી પદોની સંખ્યા: 22
    અરજી કરવાની અંતિમ તારીખ: એપ્રિલ 30, 2022
    પે લેવલ અને પે મેટ્રિક્સ લેવલ -11 (રૂ.67700-208700)
    અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ વય મર્યાદા: 32 વર્ષ

    CSIR NIO Recruitment 2022: ખાલી પદો વિશે વિગતો

    સાઈન્ટિસ્ટ: 22 પદો
    પદ- સાઈન્ટિસ્ટ

    CSIR NIO Recruitment 2022: વય મર્યાદા

    સામાન્ય વર્ગના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 32 વર્ષ રહેશે. જ્યારે SC/ ST /OBC/PWD ઉમેદવારોને સરકારી ધારાધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

    CSIR NIO Recruitment 2022: લાયકાતના ધારાધોરણ

    ખાલી પદો પર અરજી કરતા પહેલા લાયકાત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા વિશે ઉમેદવારોએ તમામ વિગતો ઓફિશિયલ નોટિફિકેશનમાં તપાસી લેવી.

    આ પણ વાંચો :  DVC Recruitment 2022: DVCમાં 59 જગ્યા માટે ભરતી, 56,100 પગારથી શરૂઆત, અહીંથી કરો અરજી

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા22
    શૈક્ષણિક લાયકાતપીએચડી સાથે સંલગ્ન વિષયમાં એન્જિનિયરીંગ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીબિનઅનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે
    અરજી કરવાની અંતિમ તારીખ630-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    CSIR NIO Recruitment 2022: એપ્લિકેશન ફી

    બિનઅનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. SC/ST/PH/મહિલા/CSIR કર્મચારીઓ/વિદેશ કેટેગરીના ઉમેદવારોએ કોઈ જ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહી. આ ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

    CSIR NIO Recruitment 2022: આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ http://www.nio.org પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. એપ્લિકેશન ફોર્મનમાં માંગવામાં આવેલી તમામ જરૂરી વિગતો ભર્યા પછી ઉમેદવારે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લઈ લેવી.

    આ પણ વાંચો : NTPC Recruitment : NTPCમાં 55 જગ્યા માટે ભરતી, 90,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    આ પ્રિન્ટને જણાવવામાં આવેલી સરનામા “એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, CSIR-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફી, ડોના પૌલા, ગોવા-403004 (Administrative Officer, CSIR-National Institute of Oceanography, Dona Paula, Goa-403004)” પર મોકલવાની રહેશે. ભરતીને લગતા વધારીની માહિતી માટે ઉમેદવારોએ ઓફિશિયલ નોટિફિકેશન વાંચવી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन