Home /News /gujarat /

Cryptocurrencies Vs Equity: ક્રિપ્ટોકરન્સી કરતા ગુણવત્તાસભર Equityમાં રોકાણ શા માટે વધુ હિતાવહ? જાણો કારણ

Cryptocurrencies Vs Equity: ક્રિપ્ટોકરન્સી કરતા ગુણવત્તાસભર Equityમાં રોકાણ શા માટે વધુ હિતાવહ? જાણો કારણ

ક્રિપ્ટો કરતા સારી ઇક્વિટીમાં રોકાણ શા માટે હિતાવહ?

Cryptocurrencies Vs equity market: ક્રિપ્ટોકરન્સીમાં જે આજે 10 રૂપિયામાં છે તે આવતીકાલે 100 રૂપિયા સુધી જઈ શકે છે અને એક દિવસ પછી તે 0 રૂપિયા પણ થઈ શકે છે. એ મૃગજળ સમાન છે, સાચા પૈસા નથી.

  નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી કે ઇક્વિટી? (Equity VS cryptocurrencies) બંનેમાંથી કયા વિકલ્પમાં રોકાણ કરવું વધુ સારું છે? આ સવાલ અનેક રોકાણકારો (Investors)ના મનમાં ઉઠે છે. સામાન્ય રીતે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrencies) કરતા ગુણવત્તાયુક્ત ઇક્વિટીમાં રોકાણને યોગ્ય માનવામાં આવે છે. આ વાત દાખલા સાથે સમજીએ. હુબલ્લીમાં એપેરલ સ્ટોરનો માલિક વિહાન આલીશાન બંગલો ખરીદવા માંગતો હતો. જોકે, આ સ્વપ્ન સાકાર કરવા માટે તેની પાસે પૈસાની અછત હતી. આ દરમિયાન તેના મિત્રો ક્રિપ્ટોકરન્સીમાંથી કમાણી (Earning from crypto) કરી રહ્યા હતા. તેનાથી પ્રભાવિત થઈ તેણે ડિજિટલ એસેટમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. અલબત્ત, એકાએક એક દિવસે ક્રિપ્ટો માર્કેટમાં 10 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનો ખ્યાલ આવ્યો હતો. વિહાને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને તેની ખોટ ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેની ખોટ વધુ વધી ગઈ હતી. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી પૈસા કમાવા ઇચ્છતા હોય તેવા રોકાણકારોમાં વિહાન એકલો નથી. તેના જેવા ઘણા લોકોએ ક્રિપ્ટો રોકાણોમાં રોકાણ કર્યું છે.

  ગૂગલ પર સૌથી વધુ વખત સર્ચ થયેલો પ્રશ્ન


  ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના કોન્સેપ્ટની નવીનતાના કારણે તે ખૂબ જ ઝડપથી દરેકનું ધ્યાન ખેંચવામાં સક્ષમ છે. આવા રોકાણ વિશે ખૂબ જ ચર્ચા છે. ફાઇનાન્સ સેક્ટરમાં Google પર સૌથી વધુ સર્ચ કરાયેલા પ્રશ્નો પૈકી એક એ છે કે શું ઇક્વિટી કરતાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું જોઈએ? તો ચાલો, આ વાતને સમજવા ક્રિપ્ટોકરન્સી એટલે શું? તે સમજીએ.

  ફોર્બ્સના મત અનુસાર, "ક્રિપ્ટોકરન્સી એ વિકેન્દ્રિત ડિજિટલ મની છે, જે બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે અને ક્રિપ્ટોગ્રાફી દ્વારા સુરક્ષિત છે." બ્લોકચેન એ એક પ્રકારનું ડિજિટલ લેજર છે. જે એસેટ્સ સંબંધિત વ્યવહારોને રેકોર્ડ કરે છે. એક્સેસ તેના યૂઝર્સ વચ્ચે શેર કરવામાં આવે છે અને તેમાંની માહિતી પારદર્શક, તાત્કાલિક અને અપરિવર્તનીય છે. તેમાં એડમિનિસ્ટ્રેટર પણ ફેરફાર કરી શકતો નથી. અહીં આપણે ક્રિપ્ટોકરન્સી શું છે? તે અંગે જાણી લીધું. હવે તેના નકારાત્મક પરિમાણો વિશે શીખવાનો સમય આવી ગયો છે.

  ક્રિપ્ટો કૌભાંડો


  ક્રિપ્ટોકરન્સીમાં મળેલા જોરદાર વળતરના કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોને તેણે ખેંચ્યા હતા. પરંતુ તેમાં હેકર્સ, સ્કેમર્સ અને અન્ય પ્રકારના સાયબર ગુનેગારોનો પણ રસ વધ્યો છે. ક્રીપ્ટો કૌભાંડ પકડવા મુશ્કેલ હોય છે અને ચોરી કરેલા ભંડોળને અમુક સમયે ટ્રેક કરવું લગભગ અશક્ય હોય છે.

  ક્રિપ્ટો વોલેટિલિટી


  જે આજે 10 રૂપિયામાં છે તે આવતીકાલે 100 રૂપિયા સુધી જઈ શકે છે અને એક દિવસ પછી તે 0 રૂપિયા પણ થઈ શકે છે. એ મૃગજળ સમાન છે, સાચા પૈસા નથી. ક્રિપ્ટો માર્કેટ આખું વર્ષ અનેક ઓલ-ટાઇમ હાઇ અને લો લેવલે પહોંચ્યું છે. જેના કારણે ઘણા રોકાણકારોને મોટા લાભ અને નુકસાન થયા હતા. ક્રિપ્ટો માર્કેટ ખૂબ જ અસ્થિર છે.

  ફેબ્રુઆરી 2020માં CNBCના જણાવ્યા મુજબ, ક્રિપ્ટોકરન્સીની મૂળભૂત રીતે કોઈ કિંમત નથી અને તે કંઈપણ ઉત્પન્ન કરતી નથી. તે રી-પ્રોડ્યુસ કરતી નથી. તેનો તમને ચેક મેઇલ મળતો નથી કે, તે કંઇ કરી શકતી નથી. તમને આશા હોય છે કે, કોઈ તમારી પાસે આવશે અને તેને ઉંચા ભાવે ખરીદશે. મૂળ વાત એ છે કે, તેની વેલ્યુ નથી. તે જોખમી છે. જેથી રોકાણકારે સચેત રહેવું જોઈએ.

  ક્રિપ્ટો પરના કરવેરા


  કોઈ પણ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના ટ્રાન્સફરથી થતી આવક પર ભારતમાં 30 ટકા ટેક્સ લાગશે. ઊંચો ટેક્સ ક્રિપ્ટોને કાયદેસર બનાવતો નથી. ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર કથિત પ્રતિબંધ મૂકવાની બાબતના ઘણા અહેવાલો સામે આવ્યા છે.

  આ દરમિયાન તાજેતરમાં જ સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે, એક વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA)માં ટ્રેડિંગથી થતા નુકસાનને બીજા VDAમાં થયેલા ફાયદા સામે સેટ ઓફ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ઊંચા ટેક્સ ઉપરાંત, આ સ્પષ્ટતા ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડ કરવામાં લોકોને નિરાશ કરવાનો વધુ એક પ્રયાસ છે.

  ઇક્વિટી કે ક્રિપ્ટોકરન્સી: વધુ સારું રોકાણ કયું છે?


  ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું ખરાબ નથી. પરંતુ તેના વિવિધ પરિમાણોને જોતા, ક્રિપ્ટોકરન્સી જોખમી રોકાણનો વિકલ્પ હોઈ શકે છે. તેની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને વ્યક્તિએ પોતે નાણાકીય રીતે સજ્જ હોય અથવા પૈસા ગુમાવવા તૈયાર હોય ત્યારે જ રોકાણ કરવું જોઈએ. વોરેન બફેટ જેવા સફળ રોકાણકારો ક્રિપ્ટોની તરફેણ નથી કરતા, તેના કેટલાક કારણો હશે જ ને!

  હવે જો ક્રિપ્ટોકરન્સીનો વિકલ્પ ન હોય તો પછી વિહાન જેવા ઠીક ઠીક આવક ધરાવતા રોકાણકાર જીવનધોરણ સુધારવા, ઊંચું વળતર મેળવવા માટે કઈ રીતે રોકાણ કરે?

  રોકાણને લઈ એક વિચારધારા પ્રચલિત છે. જે મુજબ રોકાણો તેમના અસ્તિત્વના સમયગાળાના આધારે તમને સકારાત્મક વળતરની ખાતરી આપે છે. ઉદાહરણ તરીકે, લંડન સ્ટોક એક્સચેન્જની સ્થાપના વર્ષ 1801માં કરવામાં આવી હતી અને ભારતીય સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1875માં કરવામાં આવી હતી. જ્યારે ક્રિપ્ટો માર્કેટ 2009માં શરૂ થયું હતું.

  આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ત્રણ દિવસમાં 2.40 રૂપિયાનો વધારો

  ક્રિપ્ટોકરન્સી 12 વર્ષ જ જૂની


  શેરબજાર 200 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે, જ્યારે ક્રિપ્ટોકરન્સી લગભગ 12 વર્ષ જૂની છે. નિષ્ણાતો હજી પણ અસ્પષ્ટ છે કે રોકાણની આ નવી રીત ક્યાં જઈને અટકશે. ભારતમાં ઊંચું વળતર મેળવતા ગુણવત્તાવાળા વ્યવસાયોનું સરેરાશ અસ્તિત્વ 50 વર્ષ છે. જો ઈતિહાસનો કોઈ પુરાવો હોય તો આવા ક્વોલિટી શેરોમાં રોકાણ કરવાથી માત્ર 3 વર્ષમાં તમારા રોકાણની રકમ બમણી થઈ શકે છે. આ વિકલ્પ વિહાન જેવા કોઈ વ્યક્તિ માટે યોગ્ય છે. અહીં યાદ રાખવું કે, સ્ટોક એ બિઝનેસમાં માલિકી છે અને તેને કંપનીની અસ્ક્યામતો અને કેશફ્લોનું પીઠબળ મળે છે. જ્યારે ક્રિપ્ટોકરન્સીને કોઈ બેકઅપ હોતું નથી.

  સરળ શબ્દોમાં કહીએ તો ગુણવત્તાયુક્ત રોકાણ એ બીજું કંઈ નથી પરંતુ મૂળભૂત રીતે ખૂબ જ મજબૂત કંપનીઓના શેરોમાં રોકાણ કરવું. તે ટકાઉ અને લાંબા ગાળાના બિઝનેસ મોડલ સાથે મોટી ફ્રેન્ચાઈઝી હોય છે. તે નફાકારકતાનો વિશ્વસનીય અને લાંબો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે. પ્રમાણિક અને સક્ષમ મેનેજમેન્ટ સાથે તે યોગ્ય નફાના માર્જિન અને નક્કર બેલેન્સ શીટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

  આ પણ વાંચો: જાતે જ કરો ટેક્સની ગણતરી, સરળ ઉદાહરણથી સમજો

  નિષ્કર્ષ


  અત્યારે ક્રિપ્ટો ધીમે ધીમે વિશ્વમાં સૌથી વધુ સ્વીકૃત ડિજિટલ કરન્સીમાંની એક બની રહી છે, તેમ છતાં તેનું ભવિષ્ય કેવું હશે? તે કહી શકાય નહીં. તમે તેને જોઈ શકતા નથી અને તેમાંથી કંઈકની અપેક્ષા રાખી શકતા નથી. તે ભ્રમણા અને અનુમાન છે. જ્યારે ગુણવત્તા એવરગ્રીન હોય છે. જેથી વિહાન જેવા રોકાણકારોને ઝડપી ક્રિપ્ટો માર્કેટને બદલે ગુણવત્તાયુક્ત પોર્ટફોલિયો ધ્યાનમાં આપવું શ્રેષ્ઠ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  આગામી સમાચાર