રાયપુર: છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણ (Bijapur encounter) દરમિયાન અપહરણ કરવામાં આવેલા 'કોબરા' કમાન્ડોને ગુરુવારે મુક્ત કરવામાં આવ્યો છે. એક અધિકારીના કહેવા પ્રમાણે રાજ્ય સરકાર તરફથી નક્સલીઓ સાથે વાતચીત કરવા માટે બે વ્યક્તિઓની મધ્યસ્થી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે બાદમાં 210મી કમાન્ડો બટાલિયન ફૉર રિઝોલ્યૂટ એક્શન (કોબરા)ના કોન્સ્ટેબલ રાકેશ્વર સિંહ મનહાસ (CRPF Jawan Rakeshwar Singh)ની મુક્તિ થઈ શકી હતી.
નક્સલીઓની પકડમાંથી મુક્ત થયેલા કમાન્ડરે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓએ કેવી રીતે પાંચ દિવસ વિતાવ્યા હતા.
સવાલ: આ પાંચ દિવસ સુધી નક્સલીઓએ તમારી સાથે કેવું વર્તન કર્યું? જવાબ: નક્સલીઓએ ખાવાનું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મને છોડી દેશે. આજે મને છોડી દીધો છે.
સવાલ:કેવી રીતે તેમની ઝાળમાં ફસાયા? જવાબ: અથડામણનો દિવસ યાદ કરતા જવાને જણાવ્યું કે, ત્રીજી તારીખની વાત છે. એ દિવસે એન્કાઉન્ટર થયું હતું. ચાર તારીખના રોજ હું જંગલમાં ભટકતાં ભટકતાં તેમની જાળમાં ફસાયો હતો.
સવાલ:શું તમે બેભાન હાલતમાં હતા? જવાબ: ના, હું એ સમયે બેભાન ન હતો. ત્રજી તારીખે એન્કાઉન્ટર દરમિયાન હું બેભાન થયો હતો. ચાર તારીખે તેમની પકડમાં આવી ગયો હતો.
સવાલ:કેટલા ગામ અને વિસ્તારમાં ફેરવવામાં આવ્યા? જવાબ: મને ખબર નથી. મારી આંખો પર પટ્ટી બાંધી હતી.
સવાલ:શું તમારા હાથ બાંધીને રાખા હતા? જવાબ: હા
સવાલ: શું તમને સમયસર જમવાનું મળતું હતું? જવાબ: હા, તે લોકો સમયપર જમવાનું આપતા હતા.
સવાલ:શું નક્સલી સંગઠનો તરફથી તમને પરેશાન કરવામાં આવ્યા હતા? જવાબ: ના. જરાપણ નહીં.
સવાલ: નક્સલીઓએ તમાને પકડ્યા તે દિવસે જ કહ્યું હતું કે છોડી દેશે? જવાબ: હા. નક્સલીઓએ આવું કહ્યું હતું.
સવાલ: શું તમને લાગી રહ્યું હતું કે તમારી હત્યા થઈ જશે? જવાબ: હા. મને એવું લાગતું હતું કે તેઓ હત્યા કરી નાખશે.
" isDesktop="true" id="1086763" >
ઉલ્લેખનીય છે કે બીજાપુર-સુકમા જિલ્લાની સરહદ પર ત્રીજા એપ્રિલના રોજ નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણાં 22 જવાન શહીદ થયા હતા, જ્યારે 31 અન્ય ઘાયલ થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર