CRIME IN GUJARAT: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 10 ઘટના બની છે. આ ઘટનાઓના પગલે શાંત ગણાતા ગુજરાતમાં ક્રાઇમ કેપિટલ જેવો ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. આ ઘટનાઓ કોઈના પણ રૂંવાડા ઊભા કરી શકે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની 10 ઘટના બની છે. આ ઘટનાઓના પગલે શાંત ગણાતા ગુજરાતમાં ક્રાઇમ કેપિટલ જેવો ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2, સુરતમાં 3 અને જામનગરમાં 2 હત્યાના બનાવો બન્યા છે. આ સાથે રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 હત્યા થઈ છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં 2 હત્યાની ઘટના બની હતી. જ્યારે લિંબાયત વિસ્તારમાં એક હત્યાની ઘટના અને ડીંડોલી ખાતે યુવકની તીક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા કરાઈ છે. આ તમામ ઘટનાઓ ખૂબ જ ટૂંકા ગાળામાં એક સાથે બની હોવાથી ગજબનો સંયોગ છે.
સુરતમાં યુવકની હત્યાની ઘટના
સુરતના ડીંડોલી વિસ્તારમાં મહેન્દ્ર રાઠોડ નામના યુવકની હત્યા થઈ છે. CNG પમ્પ પાસે ચપ્પુના ઘા મારી મહેન્દ્રને કમકમાટી રીતે મોતને ઘાટ ઉતારાયો હતો. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થયા હતા. જેના બાદ ડીંડોલી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને પીએમ અર્થઅર્થ ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં આ ઘટનાને કારણે ક્રાઇમ સંબંધિત ચર્ચાએ જોર પકડ્યું છે.
છેલ્લા 24 કલાકમાં સુરતમાં ત્રણ હત્યાના બનાવો સામે આવ્યા છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. મોડી રાત્રે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવને પગલે ડીંડોલી પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
આ ઘટનાઓ વચ્ચે સૌથી ચિંતાજનક ઘટના એ છે કે રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળથી અઢી વર્ષની બાળકીની લાશ મળી હતી. જો કે મૃતદેહ મળવાનો કેસ ઉકેલાયો છે. બાળકીના સાવકા પિતાએ જ બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી સાવકા પિતાને ગાંધીનગરથી ઝડપી પાડ્યો છે. બાળકી લગ્નજીવનમાં બાધા રૂપ થતી હોવાથી બાળકીની હત્યા કરી. સાવકા પિતાએ દીવાલ સાથે માસૂમ બાળકીના માથા ભટકાડી અને બાદમાં બાળકીના શ્વાસ રૂંધી બાળકીની ક્રૂર હત્યા નિપજાવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં આરોપી અમિતકુમાર ગૌડને ગાંધીનગરથી ઝડપી પાડયો છે.
પ્રેમી સાથે મળીને પતિની હત્યા
નિકોલમાં પત્નીએ પ્રેમી અને બહેનપણી સાથે મળીને પતિની હત્યા કરી હતી. આરોપી પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી લાશ કુવામાં નાંખી દીધી હતી. તેને પત્નીના અનૈતિક સંબંધોની જાણ પતિને થતા હત્યા કરી નાંખી. અમદાવાદની લવ સંબંધિત ઘટનામાં પતિ બાધારૂપ બનતા તેને પતાવી દીધો હતો. નિકોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં બીજી એક ક્રૂર ઘટના બની હતી બ્જેમાં બાપુનગરમાં યુવાનની મોડી રાત્રે હત્યા થઈ હતી. સરસપુર નજીક આવેલ ચંદુલાલની ચાલી પાસે બનાવ બન્યો હતો. છરી ના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઈ, જેના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખનાર પતિએ પત્ની અને 1 વર્ષની પુત્રીને ધારદાર હથિયાર વડે હત્યા નીપજાવી હોવાની ઘટના જામનગરના લાલપુર બાયપાસ નજીક નોંધાઈ હતી. બાવળની જાડીઓમા મોડી રાતે ડબલ મર્ડરનો બનાવ બનતા ભારે ખળભળાટ મચી ગયો છે. આરોપી રાજકોટ એ ડીવીઝન પોલીસમાં હાજર થયો હતો.
" isDesktop="true" id="1316694" >
સુરતમાં આધેડના શરીરના અંગો પણ કાપી નાંખ્યા
સુરતના વિમલનાથ સોસાયટી નજીક આધેડની ક્રૂરતા પૂર્વક હત્યા કરાઈ હતી. હત્યારાઓએ હત્યા કરી અને આધેડના શરીરના અંગો પણ કાપી નાંખ્યા હતા. આ વિશેની જાણ થતા જ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોષી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક આધેડના મૃતદેહને પી.એમ માટે ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આધેડના મોત બાદ પરિવારમાં પણ કલ્પાંત છવાયો છે. હત્યારો હાલ ફરાર બનતા પોલીસ વીભાગે શોધ ખોળ હાથ ધરી છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર