દલિતો સામે અત્યાચાર: રાજ્યમાં 2018માં 1,545 એટ્રોસિટી કેસ નોંધાયા

News18 Gujarati
Updated: February 25, 2019, 9:52 AM IST
દલિતો સામે અત્યાચાર: રાજ્યમાં 2018માં 1,545 એટ્રોસિટી કેસ નોંધાયા
પ્રતીકાત્મક તસવીર

છેલ્લા 18 વર્ષોમાં એટ્રોસિટી કેસોના આંકડામાં નોંધાયો ઉત્તરોત્તર વધારો, અમદાવાદમાં 140 કેસ

  • Share this:
ગુજરાતમાં દલિતો વિરુદ્ધ થતાં એટ્રોસિટી કેસોમાં દર વર્ષે વધારો નોંધાઈ રહ્યો છે. 2001થી લઈને 2018 સુધી દર વર્ષે એટ્રોસિટી કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. 2018માં એટ્રોસિટી કેસોનો આંક 1,545એ પહોંચી ગયો છે. દલિતો વિરુદ્ધ થતાં એટ્રોસિટીના આ આંકડા એક આરટીઆઈના જવાબમાં બહાર આવ્યા છે.

દલિતો વિરુદ્ધના 1,545 એટ્રોસિટી કેસોમાં 22 કેસ હત્યા, 81 કેસ મારઝૂડ, 104 કેસ દુષ્કર્મ, 7 કેસ આગચંપી તથા 1,331 અન્ય ગુનાના કેસોનો સમાવેશ થાય છે.

મોટા શહેરોમાં દલિતો સામે થતાં અત્યાચારમાં ઘટાડો થયો હોવાની માન્યતાથી વિરુદ્ધ 2018માં અમદાવાદમાં એટ્રોસિટીના 140 કેસ નોંધાયા છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ કેસમાં 5 હત્યા, 8 દુષ્કર્મ અને 127 અન્ય ગુનાઓ છે. અમદાવાદમાં 2001થી લઈને 2018 સુધીમાં દર વર્ષે દલિતો સામે થતાં અત્યાચારમાં વધારો જ નોંધાયો છે. 2001માં 59, 2007માં 62, 2016માં 96 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો, ગુજરાત 'સલામત' પરંતુ મહિલાઓ 'અસલામત'! દરરોજ 17 મહિલાઓ થાય છે ગુમ

દર વર્ષે દલિતો સામેના અત્યાચારની સરેરાશ કાઢીએ તો દર વર્ષે 1000 કેસ નોંધાય છે. વર્ષ 2003થી 2006માં આ આંકડો 1000થી નીચે નોંધાયો હતો.

ગુજરાત પોલીસના એસસી/એસટી સેલે આરટીઆઈ હેઠળ આપેલી માહિતી અનુસાર રાજ્યના 30 ગામોમાં વસતા દલિતોને ઉચ્ચ જાતિના હુમલાઓ બાદ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આ ગામોમાં સૌરાષ્ટ્ર સૌથી વધુ 20 ગામ છે.આ પણ વાંચો, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 638 મંદિરોમાં લૂંટ અને ચોરી, 11 મંદિરમાં ધાડ

આરટીઆઈ એક્ટિવિસ્ટ કૌશિક પરમારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, આ તો માત્ર પોલીસ ચોપડે નોંધાયેલા આંકડા છે. અનેક કેસોમાં પોલીસ ફરિયાદ થતી જ નથી. તેમાં અનેક પરિબળો કામ કરતાં હોય છે.
First published: February 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading