Ind vs Nz, 3rd ODI: 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડમાં મેળવી જીત

News18 Gujarati
Updated: January 28, 2019, 3:57 PM IST
Ind vs Nz, 3rd ODI: 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડમાં મેળવી જીત
વિરાટ કોહલી અને રોહિત શર્મા

ટીમ ઇન્ડિયા છેલ્લી વખત 2009માં ન્યૂઝીલેન્ડમાં વન-ડે શ્રેણી જીતી હતી. હવે 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ આ જીત મેળવીને પુનરાવર્તન કર્યું છે.

  • Share this:
ભારતે ન્યૂઝીલેન્ડને ત્રીજી વનડે મેચેમાં સાત વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે જ ટીમ ઇન્ડિયાએ પાંચ મેટની વનડે સીરીઝમાં 3-0થી બઢત મેળવીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે. હવે બાકીની બે મેચેમાં ન્યૂઝીલેન્ડ પોતાનું સન્માન બચાવવા માટે મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા છેલ્લી વખત 2009માં ન્યૂઝીલેન્ડમાં વન-ડે શ્રેણી જીતી હતી. હવે 10 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ આ જીત મેળવીને પુનરાવર્તન કર્યું છે. નવાઇની વાત તો એ છે કે, 2009માં ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા ત્યારે વિરાટ કોહલી એ ટીમનો ભાગ ન્હોતા.

આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ખેલાડીઓની શરૂઆત ખરાબ હતી. ન્યૂઝીલેન્ડે 26 રનની અંદર જ ત્રણ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ કેન વિલિયમસનને દાવ સંભાળ્યો હતો. જોકે, હાર્દિક પંડ્યાએ વિલિયમસનનો શાનદાર કેચ પકડ્યો હતો. આમ કેન વિલિયમસન 28 રન બનાવીને આઉટ થયો હતો.

આવી સ્થિતિમાં લાગતું હતું કે આખી ટીમ 150 રનની અંદર ઓલઆઉટ થઇ જશે. પંરતુ ટોમ લેથમ અને રોસ ટેલરે દાવને સંભાળ્યો હતો. ટોમ લેથમ અને રોસ ટેલરે ચોથી વિકેટ માટે 119 રન બનાવ્યા હતા. લેથમ 64 બોલમાં 51 રન બનાવી આઉટ થયો હતો. આમ એક પછી એક એમ આખી ટીમ 243 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભુવનેશ્વક કુમાર, યુજવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ અને મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી હતી.

જ્યારે 244 રનનો ટાર્ગેટ સર કરવા માટે ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. ધવન અને રોહિત શર્મા ઓપનિંગમાં આવ્યાહતા. પહેલા વિકેટ માટે 39 રન બનાવ્યા હતા. ધવન 28 રન સાથે આઉટ થયા બાદ વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બંનેએ ફિફ્ટી ફટકારી હતી. ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્માએ 62 રન, કોહલીએ 60 રન, અંબાતી રાયડીએ 40 રન, દિનેશ કાર્તિકે 38 રન બનાવ્યા હતા. આમ ટીમ ઇન્ડિયાએ 245 રન બનાવીને વનડે શ્રેણી પોતાના નામે કરી છે.
First published: January 28, 2019, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading