Home /News /gujarat /

મોટા સમાચાર : કોરોના વાયરસના કારણે રદ થશે IPL, 14 માર્ચની બેઠકમાં નિર્ણય લેવાશે

મોટા સમાચાર : કોરોના વાયરસના કારણે રદ થશે IPL, 14 માર્ચની બેઠકમાં નિર્ણય લેવાશે

IPLની ગવર્નિંગ કાઉન્સિલ 14 માર્ચે કોરોનાવાયરસને લઈ બગડતી સ્થિતિ વિશે બેઠક કરશે અને ટૂર્નામેન્ટ રદ કરવા અંગે નિર્ણય લેશે

IPLની ગવર્નિંગ કાઉન્સિલ 14 માર્ચે કોરોનાવાયરસને લઈ બગડતી સ્થિતિ વિશે બેઠક કરશે અને ટૂર્નામેન્ટ રદ કરવા અંગે નિર્ણય લેશે

    નવી દિલ્હી : દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલ (Indian Premier League) પર લાંબા સમયથી કોરોના વાયરસ (Coronavirus)નો ખતરો ઊભો થયેલો છે. અહેવાલો મુજબ, હવે રાજ્ય સરકારો પણ તેને લઈને મોટું પગલું લેતી હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યાં પહેલા કર્ણાટક સરકાર (Karnataka Government)એ મેચોની મેજબાની ન કરવાનો નિર્ણય લીધો.


    બીજી તરફ, મહારાષ્ટ્રે આઈપીએલ (IPL 2020)ની પહેલી મેચની ટિકિટના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે તેની ઑફિશિયલ પુષ્ટિ નથી થઈ. આ બધાને જોતાં આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે બેઠક કરવાનો નિર્ણય લીધો છે.


    અહેવાલો મુજબ, આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલ 14 માર્ચે કોરોનાવાયરસને લઈ બગડતી સ્થિતિ વિશે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આઈપીએલ રદ કરવામાં આવશે કે નહીં.


    વિદેશી ખેલાડીઓ માટે મુશ્કેલી વધી - બીસીસીઆઈ માટે આ વર્ષે આઈપીએલનું આયોજન કરવું મુશ્કેલ થતું જઈ રહ્યું છે. ભારત સરકારે વિઝા પૉલિસીમાં હાલમાં જ જે ફેરફાર કર્યો છે તેનાથી મુશ્કેલી વધતી હોય તેવું લાગી રહ્યું છે.


    આઈપીએલ રમવા માટે ભારત આવનારા 60 વિદેશી ખેલાડીઓને વિઝા મળશે કે નહીં તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી થઈ.


    જોકે, બીસીસીઆઈ ખાલી સ્ટેડિયમમાં આઈપીએલનું આયોજન કરવા અંગે વિચાર કરી રહ્યું છે પરંતુ અંતિમ નિર્ણય બેઠકમાં લેવાશે.


    કોરોના વાયરસના કારણે રમતોના આયોજન પર પ્રભાવ - ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાના એક લાખથી વધુ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે. ચાર હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની અસરને જોતાં અત્યાર સુધી અનેક મોટી રમત ટૂર્નામેન્ટ રદ થઈ ચૂકી છે. બીજી તરફ કેટલીક ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી ચૂકી છે.


    ભારતની વાત કરીએ તો અત્યાર સુધી અહીં 50થી વધુ મામલા સામે આવી ચૂક્યા છે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन