Video: વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના ખેલાડીને માર્યો, ICCએ આપી આ સજા

વિરાટ કોહલી

ટીમ ઈન્ડીયાના કપ્તાન વિરાટ કોહલીને આઈસીસીએ આચાર સંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કરવા માટે દોષી માન્યો છે.

  • Share this:
    બેંગલોર ટી-20માં સાઉથ આફ્રિકા સામે હારી સિરીઝ જીતવાથી ચુકી ગયેલી ભારતીય ટીમ માટે વધુ ખરાબ સમાચાર છે. ટીમ ઈન્ડીયાના કપ્તાન વિરાટ કોહલીને આઈસીસીએ આચાર સંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કરવા માટે દોષી માન્યો છે. આઈસીસીએ વિરાટ કોહલીને તેના માટે ચેતવણી પણ આપી છે. તમને જણાવી દઈએ કે, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય પારી દરમિયાન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર બ્યૂરોન હેન્ડ્રીક્સને ખભો માર્યો હતો.

    વિરાટે માર્યો ખભો
    તમને જણાવી દઈએ કે, ભારતીય પારીની પાંચમી ઓવરમાં વિરાટ કોહલીએ રન લેતા બ્યૂરોન હેન્ડ્રીક્સને ખભો માર્યો હતો. હેન્ડ્રીક્સ પોતાની બીજી ઓવર ફેંકી રહ્યો હતો અને તેના બોલ પર વિરાટ કોહલી સિંગલ લેવા દોડ્યો તો સાઉથ આફ્રિકા બોલર ભારતીય કપ્તાનને જોઈ રહ્યો હતો. ત્યારે વિરાટ કોહલીએ અચાનક હેન્ડ્રીક્સને પોતાનો ખભો માર્યો. ત્યારબાદ મેચ રેફરીએ આ મામલે નોંધ લીધી અને વિરાટ કોહલીને દોષી માન્યો.

    આગામી ભૂલ પર વિરાટ કોહલીને લાગી શકે છે ઝટકો
    આઈસીસી અનુસાર, કોહલીના ખાતામાં એક 'ડિમેરિટ' પોઈન્ટ પણ જોડવામાં આવ્યો છે. આ સપ્ટેમ્બર 2016માં સંશોધિત સંહિતા લાગુ કર્યા બાદ કોહલીનો ત્રીજો અપરાધ છે. કોહલીના હવે ત્રણ 'ડિમેરિટ' પોઈન્ટ થઈ ગયા છે. તેણે દક્ષિણ આફ્રિકા 15 જાન્યુઆરી 2018ના રોજ પ્રિટોરિયા ટેસ્ટ અને અફઘાનિસ્તાન વિરુદ્ધ 22 જૂન 2019ના રોજ વિશ્વ કપ મેચ દરમિયાન પણ એક-એક 'ડિમેરિટ' પોઈન્ટ મળ્યો હતો.



    કોહલીને વધુ એક 'ડિમેરિટ' પોઈન્ટ મળવા પર એક ટેસ્ટ અથવા બે વન-ડે અથવા બે ટી-20 મેચમાં પ્રતિબંધ મળી શકે છે. આઈસીસીના નિયમો અનુસાર, 24 મહિનાની અંદર ચાર અથવા ચારથી વધારે 'ડિમેરિટ' પોઈન્ટ મળવા પર પ્રતિબંધિત પોઈન્ટ બની જાય છે.

    મેચમાં ફ્લોપ રહ્યો વિરાટ
    વિરાટ કોહલીએ ત્રીજી ટી-20માં પોતાનું આક્રમક વલણ બતાવ્યું. પરંતુ, તે ફ્લોપ રહ્યો. વિરાટ કોહલી માત્ર 9 રન બનાવી આઉટ તઈ ગયો. તેની વિકેટ કગિસો રબાડાએ લીધી. જ્યારે બોલરને કોહલીએ ખભો માર્યો, તે મેચનો હિરો બન્યો. હેન્ડ્રીક્સે પોતાની 4 ઓવરમાં માત્ર 14 રન આપી 2 વિકેટ લીધી
    Published by:kiran mehta
    First published: