લાઇટ બિલ જોઈ ભડક્યો હરભજન સિંહ, કહ્યું- આખા મોહલ્લાનું આપી દીધું કે શું?

નોર્મલ કરતાં 7 ગણું એટલે કે 33,900 રૂપિયાનું લાઇટ બિલ આવતાં હરભજન સિંહે કરી ફરિયાદ

નોર્મલ કરતાં 7 ગણું એટલે કે 33,900 રૂપિયાનું લાઇટ બિલ આવતાં હરભજન સિંહે કરી ફરિયાદ

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતીય સ્પિન બોલર હરભજન સિંહ (Harbhajan Singh) ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ એક્ટિવ છે. તે અનેક સામાજિક મુદ્દાઓને લઈને ટ્વિટ કરતો રહે છે. જોકે, આ વખતે તેણે પોતાની જ મુશ્કેલી સોશિયલ મીડિયા પર શૅર કરી છે. મૂળે, ‘ભજ્જી’ના ઘરનું લાઇટ બિલ (Electricity Bill) ઘણું વધારે આવ્યું છે જેનાથી પરેશાન થઈને તેણે ફરિયાદ કરી છે.


  છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં લોકોના ઘરોના લાઇટ બિલ સામાન્યથી ઘણા વધુ આવી રહ્યા છે જેને લઈને અનેક લોકો ફરિયાદ કરી ચૂક્યા છે. હરભજન સિંહથી પહેલા તાપસી પન્નૂ, હુમા કુરૈશી જેવી અનેક બૉલિવૂડ સેલિબ્રિટીઓ પણ વધતા લાઇટ બિલને લઈ ટ્વિટ કરી ચૂક્યા છે.


  હરભજન સિંહે વધેલા બિલને લઈ કરી ફરિયાદ - હરભજન સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે, તેનું લાઇટ બિલ આ વખતે 33,900 રૂપિયા આવ્યું છે. તેણે જણાવ્યું કે, આ બિલ સામાન્યથી 7 ગણું વધારે છે.


  હરભજને પોતાના ટ્વિટમાં ત્રણ ઇમોજી મૂકીને અદાણી ઇલેક્ટ્રીસિટી મુંબઈને ટૅગ કરીને લખ્યું કે, આટલું બિલ આખા મોહલ્લાનું આપી દીધું લાગે છે? ત્યારબાદ ભજ્જીએ આ ઇલેક્ટ્રીસિટી કંપની તરફથી આવેલા બિલવાળો મેસેજે પોસ્ટ કરતાં લખ્યું, નોર્મલ બિલથી 7 ગણું વધારે? વાહ.


  નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે ભારતમાં લાંબા સમયથી ક્રિકેટ પર બ્રેક વાગી ગઈ હતી. એવામાં ઘણા ખેલાડીઓની જેમ હરભજન સિંહ પણ ઘરમાં પરિવારની સાથે જ સમય પસાર કરી રહ્યો હતો.


  જોકે, હવે આઈપીએલની વાપસીની સાથે હરભજન સિંહની પણ વાપસી નક્કી માનવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે અચોક્કસ મુદત માટે સ્થગિત કરવામાં આવેલી ટૂર્નામેન્ટનું આયોજન 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બરની વચ્ચે યૂએઈમાં થશે.
  Published by:user_1
  First published: