Home /News /gujarat /Election: કોંગ્રેસને ચૂંટણી લડવા માટે કોઈ ઉમેદવાર પણ નહીં મળે: સી.આર.પાટીલ

Election: કોંગ્રેસને ચૂંટણી લડવા માટે કોઈ ઉમેદવાર પણ નહીં મળે: સી.આર.પાટીલ

પેજ સમિતિના સદસ્યોને પ્રાથમિક સદસ્ય બનાવી અને તેને પ્રમોશન મળે તેવી હાંકલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબે દરેક સક્રીય સદસ્યોને કરી

Bharatiya Janata Party Foundation Day - સીઆર પાટીલે કહ્યું - ચૂંટણી લાવવી અને આવવીએ ચૂંટણીપંચ નક્કી કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરોરોજ ચૂંટણી છે તેમ જ માનીને પ્રજાની સેવામાં સતત લાગેલો રહે છે

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party)સ્થાપના દિનની પૂર્વે સંધ્યાએ "સક્રિય કાર્યકર્તા મહાસંમેલન" અંતર્ગત સમગ્ર ગુજરાતના (Gujarat)41 જીલ્લા/મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil)અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું (Bhupendra Patel)વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરવામાં આવ્યું. સી.આર.પાટીલે કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ કે, આ સક્રીય સદસ્યનો કાર્ડ વિતરણ કાર્યક્રમ સમગ્ર દેશ અને દુનિયામાં સર્વ પ્રથમ વખત થઈ રહ્યો છે. સક્રીય સભ્ય બનવા માટે સૌથી પહેલા ઓછામાં ઓછા 25થી વધારે પ્રાથમિક સદસ્યોને જોડો તો તમે સક્રીય સભ્ય બની શકો આજે લગભગ 1,29,090 સક્રીય સદસ્યો અને વિશ્વની અંદર ભાજપ જેટલા 1 કરોડ 14 લાખ પ્રાથમિક સદસ્યો કોઈપણ જગ્યાએ જોવા નહીં મળે.

પેજ સમિતિના સદસ્યોને પ્રાથમિક સદસ્ય બનાવી અને તેને પ્રમોશન મળે તેવી હાંકલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દરેક સક્રીય સદસ્યોને કરી હતી. સી.આર.પાટીલે વધુમાં જણાવ્યુ કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હરહંમેશ દરેક મુશ્કેલીઓનો સામનો કરવા માટે તત્પર છે. ચૂંટણી લાવવી અને આવવીએ ચૂંટણીપંચ નક્કી કરે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરોરોજ ચૂંટણી છે તેમ જ માનીને પ્રજાની સેવામાં સતત લાગેલો રહે છે. કેટલાક ટીકાકારોને ટીકા કર્યા સિવાય બીજા કોઈ મુદ્દા જ નથી. કોંગ્રેસીઓને તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ખબર પડી ગઈ કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કેટલો મજબૂત અને સક્ષમ છે. જે પણ કાર્યકર્તાને જે પણ જવાબદારી મળે તે પૂરી નિષ્ઠાથી નિભાવે છે.

સી આર પાટીલ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યુ કે, ચૂંટણી સમયે કોંગ્રેસીઓ એમ કહેતા હતા કે, તમે શહેરી વિસ્તારમાં જીત્યા છો. તાલુકા/જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ખબર પડશે આ ચેલેન્જને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાએ ઉપાડયો અને કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક પણ સીટ ન આપી. તેમણે જણાવ્યુ કે, ભાજપના દરેક કાર્યકર્તાનો જન્મ જીતવા માટે થયો છે. આવનાર ચૂંટણીમાં કોંગ્રેસને ચૂંટણી લડવા માટે કોઈ ઉમેદવાર પણ નહીં મળે. આ તાકાત એ આપણાં દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાની ઇમેજ તેમજ તેમની લોકચાહના અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત સંગઠનના કારણે શક્ય બન્યું છે. ચૂંટાયેલા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ ઘણીવાર ભૂલો કરે છે પરંતુ આ ભૂલોને માફ કરી અને માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને તેમના વિકાસલક્ષી કાર્યોને દરેક જન-જન સુધી પહોંચે તેના કારણે આપણને મત મળે છે.

આ પણ વાંચો - અમદાવાદ : સરકારી નોકરીના નામે કરતા હતા મોટું કૌભાંડ, એક યુવતી સહિત 3 લોકો ઝડપાયા

જીતેલા તમામ ઉમેદવારોને જણાવ્યું કે તમે તમારા મતદાતાઓનો આભાર માનજો અને પોતે અહમ ના લાવતા કે હું મારી લોકચાહનાના કારણે જીતી શક્યો કે હું મારા કાર્યોના લીધે જીતી શક્યો પરંતુ તમે માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકચાહના અને કાર્યકર્તાઓની ફોજ અને તેના અથાક પરિશ્રમથી જીતી શક્યા છો. સી આર પાટીલે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યકર્તાનું અપમાન સહન ન જ કરી શકાય. ભુપેન્દ્ર પટેલની સરકાર અને તેમના મંત્રીઓ હવે કાર્યકર્તાઓની મુશ્કેલીઓને સમજતા થયા છે. કાર્યકર્તા જ્યારે પણ કોઈપણ મંત્રી સાથે પ્રજાલક્ષી કાર્ય લઈને જાય ત્યારે મંત્રીઓ પણ તે કાર્યને સહજતાથી સાંભળી અને તેના ઉકેલ લાવવાના પ્રયત્નો કરે છે અને નાનામાં નાના પ્રશ્નોને વાચા આપી કાર્યકર્તાનો વિશ્વાસ જીતે છે.

ભાજપ પ્રમુખ પાટીલે જણાવ્યુ કે, ગુજરાત સરકારે શિક્ષણ જગતની અંદર 10 હજાર શિક્ષકોની ભરતીની મંજૂરી આપી અને એક સાથે 8 હજારથી વધુ શિક્ષકોની ભરતી આગામી સમયમાં કરવાનો પણ વિશ્વાસ અપાવ્યો છે. સી.આર.પાટીલે ઉદ્યોગ ક્ષેત્ર અને ખેડૂતમિત્રોની વાત કરતાં જણાવ્યુ કે, ઉકાઈની સુગર ફેક્ટરી આદરણીય અટલજીનું સ્વપ્ન હતું કે તેને વેગ મળે આ અટકાયેલા પ્રોજેક્ટને ફરી વેગવંતો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સુગર ફેક્ટરી ફરી એક વખત ધમધમતી થાય અને લાખો યુવાનોને રોજગારી મળે તે હેતુથી 30 કરોડની સહાયની મંજૂરી આપી અને આ ફેકટરી આવનાર ટૂંક સમયમાં શરૂ પણ થઈ જશે. જે ખેડૂતો શેરડી પકવે છે તેમને પૂરતો ભાવ મળતો ન હતો. આ સુગર ફેક્ટરીઓને શરૂ કર્યા પછી 1800 થી 2800 સુધીનો ભાવ ખેડૂતને મળે છે અને ખેડૂતમિત્રો પણ તેનાથી ખુશ છે અને કેન્દ્ર સરકાર પણ ઈચ્છે છે કે ખેડૂતોની આવક બમણી થાય.

સી.આર.પાટીલે કુપોષણ અભિયાન અંતર્ગત વાત કરતાં જણાવ્યું કે, ગુજરાતમાં કુપોષણ અભિયાન ચાલી રહ્યું છે મારી દરેક કાર્યકર્તાને વિનંતી છે કે તમે દત્તક લીધેલા કુપોષણના બાળકોને સુપોષિત કરશો અને આ સમૃદ્ધ ગુજરાતમા કુપોષણ નામ જ નહીં રહે તેવો પ્રયત્ન કરશો. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પણ નક્કી કર્યું કે, સરકારની સાથે ખભે થી ખભો મિલાવીને ગુજરાતની અંદર 13 લાખ બાળકોને કુપોષણમાથી મુક્ત કરી અને સુપોષિત બનાવીશું. ભાજપના કાર્યકર્તાનું સન્માન એ આપણું સ્વાભિમાન છે, અને તે જોવું હોય તો કોઈપણ ઘરનું બારણું ખટખટાવજો અને ત્યાં કોઈ બહેન કે દીકરી એકલી હશે અને તમારા ગાળામાં ભાજપનો કેસરી ખેસ જોશે તો તરત જ તે પોતાની જાતને સુરક્ષિત માની આવકાર આપશે અને પાણીનો ભાવ પૂછશે કારણ કે તેને પાર્ટીની શિસ્તતા અને સંસ્કાર ખબર છે અને આથી જ ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ માન સન્માન અને લોકચાહના મળી છે.
" isDesktop="true" id="1196370" >

સી.આર.પાટીલે અંતમા ટોપીની વાત કરતાં જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાત આવ્યા ત્યારે આપણને દરેકને ટોપી ભેટ આપીને ગયા છે. આ ટોપી સમગ્ર નેશનલ મીડિયાએ તેના રંગ, આકાર, કમળ, અને ટોપી પરની પટ્ટીની નાનામાં નાની નોધ લીધી છે ત્યારે આપણે આ ટોપીની ગરીમા જાળવી રાખવાની છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશને સંબોધન કરવાના છે ત્યારે આપણે દરેક કાર્યકર્તાઓ જ્યાં પણ જે પણ જગ્યાએ આ કાર્યક્રમ નિહાળીશું ત્યાં ટોપી અને ખેસ બંને અવશ્ય ધારણ કરીને બેસીશું.
Published by:Ashish Goyal
First published:

Tags: Bharatiya Janata Party, CR Patil

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો