ગાયનું ઘી અને અખરોટનો આ ઉપાય કરશે 10 બીમારીઓનો નાશ

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અખરોટ ખાવામાં જેટલાં સ્વાદિષ્ટ લાગે છે તેટલાં જ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. તેથી તેને તમારા દરરોજનાં ડાયટમાં ઉમેરી લો. ફેટી એસીડઅને ઓમેગા -3થી ભરપૂર અખરોટ યાદશક્તિ વધારે છે તેનો આકાર મગજ જેવો હોય છે તે મગજને મજબૂત બનાવે છે.


  ટીબીનાં રોગીઓએ ગાયનું ઘી અને અખરોટનું સેવન સાથે કરવાથી ફાયદો થાય છે. 3 અખરોટ લસણની 5 કળી અને એક ચમચી ગાયનું ઘી આ બધુ જ મિક્સ કરી કુટી લો. આ મિશ્રણનું સેવન કરવાથી ટીબીનાં રોગીઓને લાભ થશે


  અખરોટ અને ગાયનાં ઘીનાં નિયમિત સેવનથી મગજ મજબૂત થાય છે અને યાદશક્તિ વધે છે ઘરડા હમેશાં કહે છે કે જો યાદ શક્તિ વધારવી છે તો અખરોટ ખાવો. અખરોટમાં ફેટી એસિડ અને ઓમેગા-3 હોય છે જે મગજને મજબૂત બનાવે છે અને યાદ શક્તિ વધારે છે.


  જોઇન્ટ પેઇનથી છૂટકારો મળે છે અને દુખાવાની કોઇ સમસ્યા રહેતી નથી. 5 ગ્રામ અખરોટનો ભુકો 5 ગ્રામ સૂઠનો ભૂકો આ બંનેને દિવેલમાં પીસી લો પછી તેને હુંફાળા પાણી સાથે તેનું સેવન કરો.


  કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ અખરોટને ઉકાળીને તેને ગાળી લો હવે તે પાણી પી જાઓ. તેનાંથી કબજિયાતની સમસ્યા દૂર થશે


  માંસપેશિયોનાં દુખાવા પણ દૂર કરે છે ગાયનાં ઘી સાથે અખરોટનું સેવન કરવાથી ફાયદો થશે એટલું જ નહીં અખરોટનાં તેલની માલિશ કરવાથી પણ માંસપેશિઓ મજબૂત થશે દરેક દુખાવા છુમંતર થઇ જશે.


  શરીરમાં સોજાની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે મૂઢ માર વાગવાને કારણે જો નિશાન પડી જાય તો તેનાં પર અખરોટની છાલનો લેપ લગાવવાથી પણ ફાયદો થાય છે.


  મસાંની સમસમ્યા હોય તો અખરોટની છાલનો પાવડર બનાવી તેને દરરોજ સવારે 35 ગ્રામ ગીલોયમાં મેળવી લો. દરરોજ દિવસમાં 2 વખત એક એક ચમચી ખાવો. તેનાંથી મસાંની સમસ્યામાં રાહત થઇ જશે


  લકવાનાં રોગીઓને જો અખરોટનાં તેલનાં 5 ટીપા નાકનાં છિદ્રોમાં નાંખવામાં આવે તો લકવો ઠીક થઇ જાય છે. સુન્ન પડેલી માંપેશિઓ ઝડપથી સક્રિય થવા લાગે છે.


  નિયમિત અખરોટ ખાવામાં આવે તો વાળ પણ ચમકે છે અને લાંબા અને ઘટ પણ થાય છે. કારણ કે તેમાં ઓમેગા-3 હોય છે.


  ચહેરા પર કોઇપણ પ્રકારની ફોડકી થઇ હોય તો અખરોટનું નિયમિત સેવન કરવાથી તે તમામ દૂર થાય છે ચહેરો ખીલી ઉઠે છે. આ માટે અખરોટ અને દૂધને મિક્સ કરીને ચહેરા પર લગાવી શકાય અને દરરોજનાં ડાયટમાં ત્રણ અખરોટ ખાવામાં આવે તો પણ ચહેરો ચમકવા લાગે છે.
  Published by:user_1
  First published: