Home /News /gujarat /કોના માટે છે કોરોના વાયરસની રસીનો બુસ્ટર ડોઝ? જાણો, તમને મૂંઝવતા તમામ સવાલોના જવાબ
કોના માટે છે કોરોના વાયરસની રસીનો બુસ્ટર ડોઝ? જાણો, તમને મૂંઝવતા તમામ સવાલોના જવાબ
કોરોના વેક્સીનનાં બુસ્ટર ડોઝ અંગે જાણો બધુ જ
COVID-19 Booster Dose: ભારત સરકારે તમામ પુખ્ત વયના લોકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ (Covid-19 Vaccine Booster Dose) આપવાની જાહેરાત કરી છે. આ લોકો 10 એપ્રિલ એટલે કે રવિવારથી રસીનો બૂસ્ટર ડોઝ મેળવી શકશે. જોકે, સરકારની આ જાહેરાત બાદ પણ લોકોના મનમાં ઘણા સવાલો ઊભા થઇ રહ્યા છે. તો ચાલો જાણીએ તેના જવાબો વિશે.
ભારતમાં હાલ દરરોજ કોરોનાના લગભગ એક હજાર કેસ (Covid-19 Cases in India) આવી રહ્યા છે. દેશના લગભગ તમામ રાજ્યોમાંથી પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. પણ સંકટ હજુ ટળ્યું નથી. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં પણ કોરોનાની ચોથી લહેર (Fourth Wave in india) આવી શકે છે. તેથી સાવચેતીના ભાગરૂપે ભારત સરકારે તમામ પુખ્ત વયના લોકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ (Covid-19 Vaccine Booster Dose) આપવાની જાહેરાત કરી છે. આ લોકો 10 એપ્રિલ એટલે કે રવિવારથી રસીનો બૂસ્ટર ડોઝ મેળવી શકશે. જોકે, સરકારની આ જાહેરાત બાદ પણ લોકોના મનમાં ઘણા સવાલો ઊભા થઇ રહ્યા છે. તો ચાલો જાણીએ તેના જવાબો વિશે.
કોણ લઇ શકે છે વેક્સિનનો ત્રીજો ડોઝ?
જેઓ 18 વર્ષથી વધુ ઉંમરના છે અને જેમને 9 મહિના પહેલા અથવા 39 અઠવાડિયા પહેલા રસીનો બીજો ડોઝ લીધો છે, તેઓ ત્રીજો ડોઝ લઈ શકે છે.
શું મફતમાં મળશે વેક્સિન?
નહીં. સરકારે પહેલા બે ડોઝ મફતમાં આપ્યા હતા. પરંતુ હવે ત્રીજો ડોઝ લેવા માટે તમારે પૈસા આપવા પડશે. 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ પ્રાઇવેટ વેક્સિન સેન્ટર પણ ડોઝ મળશે. આ સેન્ટર્સ ટૂંક સમયમાં જ બુસ્ટર ડોઝની કિંમતો જાહેર કરશે અને તેને કોવિન (CoWin) પોર્ટલ પર દર્શાવવામાં આવશે.
કેટલી હશે રસીની કિંમત?
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદાર પૂનાવાલાએ કહ્યું છે કે, કોવિશિલ્ડ બૂસ્ટર ડોઝની કિંમત 600 રૂપિયા હશે. તેની સાથે રાજ્યો અનુસાર ટેક્સ પણ ઉમેરવામાં આવશે. જ્યારે ભારત બાયોટેક દ્વારા હાલમાં કોવેક્સીન બૂસ્ટર ડોઝની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આશા છે કે કંપની આ અંગે જલ્દી નિર્ણય લેશે.
ત્રીજા ડોઝમાં કઇ વેક્સિન લગાવવામાં આવશે?
રસીનો ત્રીજો ડોઝ પણ તમે લીધેલા પ્રથમ અને બીજા ડોઝ જેવો જ હશે. એટલે કે, જો તમે પહેલા કોવેક્સીન લીધી હોય, તો તમારે તે જ રસી લેવી પડશે. એ જ રીતે જો તમને અગાઉ કોવિશિલ્ડ મળી હોય, તો તમારે ફરીથી કોવિશિલ્ડ રસી જ લેવી પડશે.
કઇ રીતે ખબર પડશે કે ત્રીજા ડોઝ માટે હું યોગ્ય છું?
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કો-વિન પ્લેટફોર્મ દ્વારા લોકોને SMS મોકલવામાં આવશે. એટલે કે, જો તમે 9 મહિના પહેલા રસી લીધી હોય, તો તમને તેના વિશે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. શું લાભાર્થી બુસ્ટર ડોઝ માટે રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ શકે છે?
હા. પહેલાની જેમ રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરવામાં આવશે. તેથી જેઓ CoWin પર સ્લોટ બુક કરવા માંગતા નથી, તેઓ ખાનગી રસીકરણ કેન્દ્રો પર બૂસ્ટર ડોઝ લેવા માટે જઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર