ડૉક્ટરનાં પ્રિસ્ક્રિપ્શનનાં આધારે ખાનગી કે સરકારી લેબોરેટરીમા કોરોનાનો ટેસ્ટ થઈ શકશે

ડૉક્ટરનાં પ્રિસ્ક્રિપ્શનનાં આધારે ખાનગી કે સરકારી લેબોરેટરીમા કોરોનાનો ટેસ્ટ થઈ શકશે
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં હવે કોરોના ટેસ્ટ કરવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં હવે કોરોના ટેસ્ટ કરવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. ખાનગી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર ખાનગી કે સરકારી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે. સરકારી કે ખાનગી લેબોરેટરીમાં કોરોનાં ટેસ્ટ કરાવવા સંદર્ભને લઇને રાજય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે.

ખાનગી તબીબ અને લેબોરેટરીએ જીલ્લા કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીઓને માત્ર ઇ-મેલ દ્રારા જાણ કરવાની રહેશે. સરકાર માન્ય મોબાઇલ એપ્લિકેશન પર દર્દીની વિગત અપલોડ કરવાંની રહેશે. કોરોનાં સંક્રમિત થવાની શક્યતાના આધારે દર્દીને ટેસ્ટ કરવાની જરુર જણાય ત્યારે દર્દીને દાખલ કરવાનો રહેશે અને રિપોર્ટ નેગેટિવ આવે તો જ દર્દીની સ્થિતિના આધારે ડોક્ટર રજા આપી શકશે.ICMRની ગાઈડલાઇન સિવાયનાં કિસામાં જો કોરોનાં ટેસ્ટ કરવાનો થાય તો જે તે હોસ્પિટલ તબીબે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિકલ સુપ્રિટેન્ડન્ટની તેમજ, જીલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અધિકારી મહાનગર પાલિકાની મજૂરી લેવી પડશે. મંજૂરી આપનાર અધિકારીએ મંજૂરી માટેની અરજી મળ્યાનાં 24 કલાકમાં જ યોગ્ય જણાય તો મંજૂરી આપવાની રહેશે.

આ પણ વાંચો - કોરોનાથી બચાવ સાથે આર્થિક વ્યવહાર બરકરાર રાખવાનો પડધરી ગ્રામ પંચાયતનો અનોખો પ્રયોગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકસપર્ટ ગ્રૂપ ઓફ ડૉકટર્સની રચના કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોના કોવિડ-19 વાયરસ સામે રાજ્યમાં વ્યૂહરચના–સ્ટ્રેટેજી ઘડીને અમલીકરણ, દેખરેખ અને નિયંત્રણ માટે 8 જેટલા શ્રેષ્ઠ અને ખ્યાતનામ તબીબોના ગ્રૂપ ઓફ એકસપર્ટની રચના કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણ સામેના રાજ્ય સરકારના ઉપાયો, ઉપચારાત્મક પગલાંઓ તથા આરોગ્ય વ્યવસ્થામાં રાજ્યના શ્રેષ્ઠ-તજ્જ્ઞ તબીબોનું માર્ગદર્શન-સલાહ સૂચનો માટે મંગળવારે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિએ કોરોના – કોવિડ-19 સામેના રાજ્ય સરકારે હાથ ધરેલા ઉપાયો, સારવાર તથા અન્ય સર્વગ્રાહી બાબતોનું પ્રેઝન્ટેશન પ્રસ્તૃત કર્યુ હતું.

મુખ્યમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત તબીબોની તજ્જ્ઞતા-એકસ્પર્ટાઇઝનો વિનિયોગ રાજ્યની જનતા જનાર્દનની આરોગ્ય સુખકારી વધુ સંગીન બનાવવા મળી રહે તેવી અપીલ કરી હતી. આ હેતુસર આઠ જેટલા વરિષ્ઠ અને ખ્યાતનામ શ્રેષ્ઠ તજ્જ્ઞ તબીબોના એકસપર્ટ ગ્રૂપની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. આ એકસપર્ટ ગ્રૂપ કોવિડ-19 સામે વ્યૂહરચના, અમલીકરણ, દેખરેખ અને સુપરવિઝન તથા જાહેર આરોગ્ય-પબ્લીક હેલ્થને સુદ્રઢ કરવાના શોર્ટટર્મ, મિડીયમ ટર્મ તથા લોંગટર્મ ઉપાયો ભલામણો રાજ્ય સરકારને આપશે. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિના કન્વીનર પદે રચાનારા આ એકસપર્ટ ગ્રૂપમાં તજ્જ્ઞ તબીબો ડૉ. અતુલ પટેલ- ડૉ. તુષાર પટેલ - ડૉ. આર. કે. પટેલ - ડૉ. તેજસ પટેલ- ડૉ. મહર્ષિ- ડૉ. દિલીપ માવલંકર- ડૉ. પંકજ શાહ - ડૉ. અમીબહેન પરીખ- ડૉ. વી.એન.શાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ એકસપર્ટ ગૃપ સમયાંતરે તેનો ભલામણ અહેવાલ રાજ્ય સરકારને આપશે અને આ ભલામણોના આધારે રાજ્ય સરકાર રણનીતિ તય કરશે.
Published by:News18 Gujarati
First published:June 02, 2020, 22:07 pm

ટૉપ ન્યૂઝ