Covid 19 : કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ માસ્ક સાફ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

માસ્કને તડકામાં ઓછામાં ઓછા 5 કલાક સૂકાવવા દો

માસ્કને તડકામાં ઓછામાં ઓછા 5 કલાક સૂકાવવા દો

  • Share this:
    કોરોના વાયરસ (Coronavirus, Covid 19)ના ઇન્ફેક્શનથી બચવા માટે અનેક જાણકારો માસ્ક પહેરવાની સલાહ આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇજેશન (WHO) માનવું છે કે માસ્કના ઉપયોગ વખતે અમુક સાવધાની રાખવી જરૂર છે. માસ્ક પહેરતી વખતે સંક્રમણથી બતવા એક સમય પછી માસ્કને બદલવો જરૂરી છે. ડિસ્પોજીબલ માસ્કને 5-6 કલાક પછી ફેંકવો જરૂરી છે. પણ કેટલાક લોકો ઘરમાં માસ્ક બનાવે છે.


    ત્યારે ઘરે બનાવેલા આ માસ્કને તમે ફરી યુઝ કરવા માંગો છો તો તેને ઠીક રીતે સાફ કરવું જરૂરી છે. કેન્દ્ર સરકારે (Ministry Of Information and Brodcasting, MIB) આ મામલે ફેસબુકમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. માસ્ક ફરી ઉપયોગમાં લેવો હોય તો નીચે મુજબ સાવધાની રાખો.


    માસ્ક ઉતાર્યા પછી તેને સાબુ અને ગરમ પાણીમાં સાફ કરો. તે પછી માસ્કને તડકામાં ઓછામાં ઓછા 5 કલાક સૂકાવવા દો. આવું કરવાથી ઇન્ફેક્શનની સંભાવના નથી રહેતી.


    જો તમારા ઘરમાં તડકો નથી આવતો તો ગરમ પાણીમાં મીઠું નાખી કે પછી પ્રેશર કૂકરમાં પાણી અને મીઠું નાખી માસ્કને 15 મિનિટ ઉકાળો. અને પછી માસ્કને સૂકવી દો.


    જો તમારી પાસે ગરમ પાણી કે કૂકરની આ સુવિધા પણ નથી તો માસ્કને સાબુથી સાફ કરો. અને પછી તેને 5 મિનિટ સુધી ગરમાવો આપો. જે માટે તમે ઇસ્ત્રીનો ઉપયોગ કરી શકો છો.


    આ વાતનો ખ્યાલ રાખો કે ડિસ્પોજેબલ માસ્કને ઉકાળવાનો નથી. ના જ તેનો ફરી ઉપયોગ કરવાનો છે. તેની અંદર કેટલાક તત્વો હોય છે જે ધોવાથી બગડી જાય છે. માટે આવા ડિસ્પોઝેબલ ફેંકી દેવા જ યોગ્ય છે.
    Published by:user_1
    First published: