Home /News /gujarat /કોરોના અપડેટ્સ : રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 929

કોરોના અપડેટ્સ : રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 929

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 163 પોઝિટિવ કેસ સામે આવ્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 163 પોઝિટિવ કેસ સામે આવ્યા

  ગાંધીનગર : લૉકડાઉનનો બીજો તબક્કો (Lockdown Phase 2) શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોના (Coronavirus)નો કહેર અટકી નથી રહ્યો. કોરોનાના કુલ પોઝિટિવ (Corona Positive Cases) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 16મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા પછી કોરોનાના નવા નવા 58 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 929 પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) તરફથી આ માહિતી આપવામાં આવી છે.

  રાજ્યમાં આજે સવારે 10 વાગ્યા પછી જે 58 કેસ આવ્યા છે તેમાં અમદાવાદમાં 53 કેસ છે. આ સાથે જ અમદાવાદમાં કેસની સંખ્યા 545 થઈ ગઈ છે. આ સિવાય 2 કેસ સુરત,, જ્યારે વડોદરા, રાજકોટ અને અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયો છે.

  આ પણ વાંચો - ભારતમાં સૌપ્રથમ N99 માસ્કનું કાપડ બનાવવાનો શ્રેય ‘અટીરા’ને ફાળે



  આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 163 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજે 9 દર્દી સાજા થયા છે અને અત્યાર સુધીમાં 73 દર્દીઓને સાજા થતાં રજા આપી દેવામાં આવી છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 163 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાં 929 પોઝિટિવ અને 19974 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે.

  રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા જણાવ્યું હતું કે, આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ અને તેની હેરફેર માટે જરૂરી છૂટ આપવામાં આવી છે ત્યારે અધિકૃત પાસ ધરાવતી વ્યક્તિને પોલીસ ક્યાંય રોકશે નહીં, પરંતુ પોલીસ દરેક વ્યક્તિના પાસ ચેક કરી રહી છે. જો અનઅધિકૃત કે બનાવટી પાસ દ્વારા અવર-જવર કરવામાં આવી રહી હશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં પણ બનાવટી પાસ સંદર્ભે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ શહેરમાં કરફ્યુ ભંગના ૨૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ૨૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन