Home /News /gujarat /

અમદાવાદ : કોરોનામાં મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે આવી રીતે કરો ઓનલાઇન અરજી

અમદાવાદ : કોરોનામાં મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે આવી રીતે કરો ઓનલાઇન અરજી

રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે ઓનલાઇન પોર્ટલ (online portal)પર અરજી કરવા સુવિધા ઉભી કરી છે (પ્રતિકાત્મક તસવીર)

COVID 19 - કોરોના મહામારીમાં (Corona epidemic)મૃત્યુ પામેલા લોકોના વારસદાને સરકાર દ્વારા રૂપિયા 50 હજારની સહાય ચૂકવવામાં આવી રહી છે, ચાલો જાણીએ આ સરળ પદ્ધતિ

અમદાવાદ : કોરોના મહામારીમાં (Corona epidemic)મૃત્યુ પામેલા લોકોના વારસદાને સરકાર દ્વારા રૂપિયા 50 હજારની સહાય ચૂકવવામાં આવી રહી છે. ત્યારે હવે ઓફલાઇન સેવા સાથે ઓનલાઇન (Online)સેવા પણ આપવામા આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટે ઓનલાઇન પોર્ટલ (online portal)પર અરજી કરવા સુવિધા ઉભી કરી છે. તો ચાલો જાણીએ શું છે આ સરળ પદ્ધતિ

સૌપ્રથમ મહેસૂલ વિભાગના I-ORA (https:// lorn.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ. I-ORA પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ " COVID - 19 Ex - Gratla Payment " પર ક્લિક કરો. તમારો મોબાઇલ નંબર દાખલ કરો. સ્ક્રીન પર દર્શાવેલ સંખ્યાદર્શક કેપ્સન કોડ વાંચીને તેની નીચેના ટેક્સ બોક્સમાં દાખલ કરો કેપ્સન કોડ વાંચી ન શકો તો " Refresh Code " પર Click કરો જેથી નવો કેપ્સન કોડ સ્ક્રીન પર જોવા મળશે. કેપ્સન કોડ દાખલ કર્યા બાદ " Generate OTP " પર Click કરો . OTP જનરેટ કરવાથી આપે દાખલ કરેલ મોબાઇલ નંબર પર વેરીફિકેશન કોડ મળશે.મોબાઇલ નંબર પર મળેલ વેરીફિકેશન કોડ ટેક્સ બોક્સમાં દાખલ કરી " Login " પર ક્લિક કરો.

Login પર Click કર્યા બાદ મૃત્યુ પામનારની વિગતો ઓનલાઇન ગુજરાત રાજ્ય ના ‘ઇ - ઓળખ પોર્ટલ’પરથી મેળવવા માટે મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્રનો નંબર અને મરણ તારીખ દાખલ કરો અને મરણ પામનારની વિગત મેળવો " બટન પર Clk કરો. મરણ પામનારની વિગત મેળવો " બટન પર Click કરવાથી ઇ - ઓળખ પોર્ટલ " પરથી દાખલ કરેલ મરણ પ્રમાણપત્ર નંબર અને મરણ તારીખ માટે મૃત્યુ પામનારને રેકર્ડ ઓનલાઇન મળશે અને કોવિડ-19 ના કારણે મૃત્યુ પામનારના વારસને મળતી સહાય માટેની અરજીની વિગતો ભરવા માટેનું ફોર્મ ખુલશે.

આ પણ વાંચો - ગાંધીનગરના આ ગામે સરકારી યોજનાને બદલે સ્વભંડોળથી કરી ગામની કાયા પલટ, આવી છે આધુનિક સુવિધાઓ

અરજીને લગતી તમામ વિગતો ચોક્ક્સાઇ પુર્વક દાખલ કરો

( અ ) - કોવિડ- 19થી મૃત્યુ થયેલ છે તે અંગેના આધારની વિગતો જણાવો.
(બ ) - કોવિડ -19થી મૃત્યુ પામનારના કાયદેસરના વારસદાર / તમામ વારસદારોની વિગતો “ વારસદાર ઉમેરવા બટન પર Click કરી ઉમેરો.
(ક) - વારસદારો પૈકી જે વારસદારના નામે સહાય મેળવવાની છે તે એક વારસદારના બેંક ખાતાની વિગત દાખલ કરો.
(ડ ) - અરજદારની વિગતો દાખલ કરો . અરજીને લગતી હુકમ અને અન્ય એલર્ટ ઇ-મેઇલ પર મેળવવા માગો છો અને ઇ મેઇલ એડ્રેસ હોય તો અવશ્ય જણાવો.

અરજીને લગતી તમામ વિગતો દાખલ કર્યા બાદ “ Save Application/અરજી વિગત સેવ કરવા " પર Click કરો. અરજી સેવ થતા જ એક યૂનિક અરજી નંબર અને દાખલ કરેલ અરજીની તમામ વિગતો સ્ક્રીન પર જોવા મળશે. આ યૂનિક અરજી નંબરની યોગ્ય જગ્યાએ નોંધ કરો. આ નંબર આપને મોબાઇલ અને ઇ-મેઇલ એડ્રેસ જણાવેલ હશે તો ઇ - મેઇલ પર પણ મળશે.

સ્ક્રીન પર દર્શાવેલ અને આપે દાખલ કરેલ વિગતો યોક્સાઇપૂર્વક વાંચ્યા બાદ જો કોઈ સુધારો જણાય તો “ Edit Application / અરજી વિગતો સુધારવા " પર Click કરી અરજીની વિગતો સુધારો અને ત્યારબાદ “ Update Application / અરજી વિગત અપડેટ કરવા " પર Click કરી વિગતો અપડેટ કરો. જો અરજીને લગતી તમામ વિગતો બરાબર હોય તો “ Confirm Application / અરજી કન્ફર્મ કરવા " પર Click કરો. અરજી એકવાર કન્ફર્મ કર્યા બાદ અરજીને લગતી કોઈ પણ વિગતો સુધારી શકાશે નહી.

અરજી કન્ફર્મ કર્યા બાદ જો આપે દાખલ કરેલ અરજી વિગતો પરથી સોગંદનામું પ્રિન્ટ કરી નોટરી સમક્ષ સોગંદનામું કરાવા માગતા હોવ તો " Print Computer Generated Affidavit / અરજી વિગતોના આધારે તૈયાર થયેલ સોગંદનામું પ્રિટ કરવા " પર Click કરી સોગંદનામું પ્રિન્ટ કરો અથવા નોટરી સમક્ષ વારસદારોની સંમતિ દર્શાવતું સોગંદનામું તૈયાર કરો.

આ પણ વાંચો - શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ ઠાકોરને પાર્ટીમાં ફરી પાછા લેવાશે? કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરે આપ્યો આવો જવાબ

નોટરી સમક્ષ કરવામાં આવેલ સોગંદનામું અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટસ https://iora.gujarat.gov.in ) પોર્ટલ પરથી “ COVID - 19 Ex - Gratia Payment " દાખલ કરેલ અરજી માટે ) " પસંદ કરી અરજી નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવાથી કન્ફર્મ કરેલ અરજીની સ્કેન કર્યા બાદ I- ORA > " Registered Applicatlon વિગતો મળશે . Upload Document / ડોક્યુમેન્ટ અપલોડ કરવા " ના ઓપ્શનમાં જઇને અપલોડ કરવાના લિસ્ટમા જણાવેલ ડોક્યુમેન્ટસ અપલોડ કરો

અહીં અપલોડ કરવાના ડોક્યુમેન્ટસના નામ ત્રણ કલરમાં જોવા મળશે.
(અ) - લાલ રંગમાં એટલે કે ફરજીયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
(બ ) - વાદળી રંગમાં એટલે કે મરજીયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ
(ક) - લીલા રંગમાં એટલે કે અપલોડ કરેલ ડોક્યુમેન્ટસ 17 દાખલ કરેલ અરજીને લગતા મુખ્ય સ્ટેપ જેવા કે “ અરજી સુધારવા ” , “ અરજી કન્ફર્મ કરવા ” , “ સોગદનામું પ્રિન્ટ કરવા ” , “ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ” અને “ અરજી સબમીટ કરવા " આ દરેક સ્ટેપ પર “ Registered Application | ( દાખલ કરેલ અરજી માટે ) " ઓપ્શન પસંદ કરી યુનિક અરજી નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી જઈ શકો છો.

બધા જ ફરજીયાત ડોક્યુમેન્ટસ અપલોડ કરવાથી “ Submit Application / અરજી સબમીટ કરવા " નું બટન જોવા મળશે . એકવાર સબમીટ એપ્લીકેશન કર્યા બાદ તેમાં કોઈ પણ સુધારો થઈ શકશે નહીં. Submit Application / અરજી સબમીટ કરવા " પર Click કરવાથી આપની અરજી મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્ર પર જણાવેલ કાયમી સરનામાંને લાગતી કલેક્ટર / મામલતદાર કચેરી માં આગળની કાર્યવાહી માટે સબમીટ થશે. અરજી નિકાલની જાણ આપને મોબાઇલ અને ઈ - મેલ મારફત મોકલવામાં આવશે .
Published by:Ashish Goyal
First published:

Tags: COVID-19, ગુજરાત, ગુજરાત સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन