રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 191 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત કુલ 15ના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 191 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત કુલ 15ના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 191 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત 15ના મોત

રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતની સંખ્યા 2815એ પહોંચી

 • Share this:
  ગાંધીનગર : અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો (Coronavirus)કહેર યથાવત્ છે. રાજ્યમાં 24મી એપ્રિલે સાંજે 5.00 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના 191 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતની સંખ્યા 2815એ પહોંચી છે.

  નવા નોંધાયેલા કેસમાં સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં 169 કેસ નોંધાયા છે. સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, પંચમહાલમાં 3 ભાવનગરમાં 2 અને વલસાડ, બોટાદ અને ગાંધીનગરમાં 1-1 કેસ સામેલ છે. 7 દર્દી સાજા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ કુલ રિકવર દર્દીની સંખ્યા 265 થઈ છે. 24 કલાક દરમિયાન કુલ અમદાવાદમાં 14 સહિત કુલ 15 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મોતની સંખ્યા 127 પર પહોંચી છે.  આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માસ્ક, હેન્ડ સેનિટાઈઝર અને રાશન કીટ વિતરણનો પ્રારંભ કર્યો  આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 43822 ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાંથી 2815 કેસ પોઝિટિવ આવ્યા છે. આ 2815 પોઝિટિવ કેસ જે સારવાર લઈ રહેલા છે તેમાં 2394 ની હાલત સ્થિર છે 29 વેન્ટિલેટર પર છે અને 265 વ્યક્તિઓ સારવાર બાદ સાજા થઈ ને પરત ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક માં 191 નવા કેસ નોંધાયા છે .જેમાં અમદાવાદ માં સૌથી વધુ 169 કેસ છે.

  રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયાને જણાવ્યું કે, નિઝામુદ્દીનથી આવેલા લોકોને કારણે સંક્રમણ વધ્યું છે. કર્ફ્યુ ન લગાવ્યો હોત તો હાલત ખરાબ હોત. મૃત્યુદર 3થી 4 ટકા છે ડરવાની જરૂર નથી. રાજ્યના 70થી 80 ટકા કેસ અમદાવાદ, સુરત અને વડોદરાના છે. તબીબોને ચેપ લાગી રહ્યો હોવા છતાં હાલ 18 કલાક કામ કરી રહ્યાં છે. રાજ્યમાં વેન્ટીલેટરની કોઈ અછત નથી.
  Published by:News18 Gujarati
  First published:April 24, 2020, 20:34 pm

  ટૉપ ન્યૂઝ