liveLIVE NOW

Coronavirus Live Updates: મહારાષ્ટ્રમાં 82 નવા કેસ મળતા સંક્રમિતોની સંખ્યા 2000ને પાર થઇ

  • News18 Gujarati
  • | April 13, 2020, 12:56 pm
    facebookTwitter
    LAST UPDATED Mon Apr 13 2020

    AUTO-REFRESH

    11:02 (IST)
      યુપીમાં સંક્રમિતોની સંખ્યા 500ને પાર પહોંચી ગઇ છે. રાજધાની લખનઉનાં કેજીએમયૂ દ્વારા અપાયેલા આંકડા પ્રમાણે, સોમવારે 47 નવા દર્દીની પુષ્ટિ થઇ છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 523 થઇ ગઇ છે.

    10:55 (IST)
      ડૉક્ટર જયંતિ રવિના કહેવા પ્રમાણે સોમવારે કોરોના વાયરસને કારણે રાજ્યમાં બે મોત નોંધાયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં એક એક મોત થયા છે. વડોદરામાં જે મોત થયું છે તે દર્દીને ડેન્ગ્યૂ હતો. જે બાદમાં તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો. વડોદરામાં જે મોત થયું છે તે યુવકની ઉંમર માત્ર 27 વર્ષ હતી. જ્યારે અમદાવાદના મૃતકની ઉંમર 76 વર્ષ હતી.

    10:46 (IST)
      રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠામાં પણ પહેલો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. વાવ તાલુકાનાં મિઠાવી ચારણ ગામમાં પાંચ વર્ષનાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે પાલનપુરનાં 55 વર્ષનાં ભાઇનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરહદી વિસ્તારમાં કોરોના વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. હાલ બાળકને સિવિલ હૉસ્પિટલનાં આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

    ભારતભરમાં કોરોનાનાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. કેન્દ્રીય સંવાસ્થ્ય મંત્રાલયનાં તાજા આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9152 સુધી પહોંચી ગઇ છે. જેમાંથી 7987 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 308 લોકો કોરોનાથી જીવ ગુમાવી ચુક્યા છે, જ્યારે 857 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે ગયા છે.

    કોરોના સામેની લડતમાં સરકારની તૈયારીઓ એડવાન્સ લેવલની હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું. સરકારે કોરોનાને અટકાવવા માટે ટેસ્ટિંગ કરવા પર વધુ ભાર મૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં 1.86 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા છે, જેમાંથી 4.3 ટકા પોઝિટિવ આવ્યા છે.

    ટૉપ ન્યૂઝ