Home /News /gujarat /સારા વરસાદ છતાં તંત્રની મનમાનીથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો

સારા વરસાદ છતાં તંત્રની મનમાનીથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો

મોરબીઃ મોરબી જીલ્લામાં અનરાધાર મેઘવર્ષા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ સારા વરસાદ બાદ પણ ખેડૂતોની મુશ્કેલીઓ યથાવત છે. જેમાં મોરબી નજીક આવેલા ભરતનગર અને જસમતગઢ ગામે ખેતરોમાં પાણીનો ભરાવો થવાને કારણે ઉભા પાકોને વ્યાપક નુકશાન થયું છે અને ખેતરમાં કપાસના પાકો બળીને નાશ પામ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મોરબીઃ મોરબી જીલ્લામાં અનરાધાર મેઘવર્ષા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ સારા વરસાદ બાદ પણ ખેડૂતોની મુશ્કેલીઓ યથાવત છે. જેમાં મોરબી નજીક આવેલા ભરતનગર અને જસમતગઢ ગામે ખેતરોમાં પાણીનો ભરાવો થવાને કારણે ઉભા પાકોને વ્યાપક નુકશાન થયું છે અને ખેતરમાં કપાસના પાકો બળીને નાશ પામ્યા છે.

ત્યારે ખેડૂતો મુશ્કેલ સ્થિતિમાં મુકાયા છે અને આ પાકોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ના હોવાને કારણે ખેડૂતોએ મેઘરાજા ની મહેર છતાં નુકશાની ભોગવવી પડે છે. તેમજ તંત્ર પણ આ મામલે ઉદાસીનતા સેવતી હોવાથી ખેડૂતોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો છે.
ભરતનગર ગામના નવીનભાઈ ફેફર નામના ખેડૂતને હાઈ વે અડકીને 50 વીઘા ખેતર આવેલું છે. જેમાં હાઈ વે ઔથોરીટી દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી
તેમજ રોડ પરનો ઢાળ ખેતર તરફ આપેલો હોવાથી વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે અને ખેતરોમાં પાણી ભરાયેલા રહે છે.
તેમજ ઔથોરીટી દ્વારા નાળું પણ બનાવ્યું ના હોવાથી પાણી ભરાયેલા રહે છે
જેમાં તાજેતરમાં પડેલા અનરાધારવરસાદથી ઢીંચણ સમા પાણી ભરાયેલા રહેતા ખેતરમાં વાવેલો કપાસનો પાક બળી જવા પામ્યો છે. આ
મામલે સ્થાનિક તંત્ર ઉપરાંત હાઈ વે ઔથોરિટીને અનેક રજુઆતો છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી ત્યારે ખેડૂતોમાં ભારોભાર રોષ જણાય રહ્યો છે તેમજ આ મામલે કાયદાકીય રહે લડી લેવા માટેની તૈયારી કરી રહ્યા હોવાનું જણાવે છે.

મોરબીના જસમતગઢ ગામે પણ આવી જ કઈક સમસ્યા જોવા મળે છે. જેમાં મોરબી નજીકથી પસાર થતી નર્મદા કેનાલ નજીક નર્મદા નિગમે વોકળાની વ્યવસ્થા કરી નથી તેમજ પવારીયારી ગામ તરફથી પાણીના વહેણ આ તરફ વહે છે. જેથી ભારે પાણીના પ્રવાહને કારણે વરસાદી પાણી ખેતરોમાં ઘુસી જાય  છે ને ખેડૂતોના ઉભા પાકોને નુકશાન કરે છે. ત્યારે નર્મદા નિગમ પ્રત્યે આ ગામના ખેડૂતોનો રોષ વધતો જાય છે.

આ મામલે અનેક રજુઆતો છતાં પણ તંત્ર એ કઈ ધ્યાનના આપતા ખેડૂતો સારા વરસાદ છતાં રોવાનો વારો આવ્યો છે. જોકે 50 વીઘામાં વાવેલો કપાસ નિષ્ફળ જતા ખેડૂતે આ મામલે રજુઆતો કરીને વળતર મળે તેવી માંગ કરી છે.
First published:

Tags: ખેડૂત, ખેતર, પાણી, ભારે વરસાદ, રાજ્ય સરકાર, વિરોધ, વિવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन