Home /News /gujarat /AMCનાં તુટેલા રોડ પર ભ્રષ્ટાચાર! અંદાજ કરતા આવી રહ્યા છે ટેન્ડરમાં 20 ટકા ઉંચા ભાવ

AMCનાં તુટેલા રોડ પર ભ્રષ્ટાચાર! અંદાજ કરતા આવી રહ્યા છે ટેન્ડરમાં 20 ટકા ઉંચા ભાવ

File Photo

બીયુમીનનો ભાવ તફાવત ચુકવવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો અંદાજીત ભાવ વધારાની રકમ રૂા.1.17 કરોડ ની જોગવાઈ સાથે કુલ રૂ.12.95 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાની તથા થયેલ કામ મુજબ કોન્ટ્રાકટરને પેમેન્ટ કરવાની શરત મુકાઇ છે 

અમદાવાદ શહેરનાં સામાન્ય વરસાદ પડે અને રોડ રસ્તા ધોવાણ થાય તે સમજી શકાય છે . પરંતુ હવે આ રસ્તા રિપેરીગ એટલે રિસરફેશ પાછળ પર કરોડો રૂપિયાનો ભ્રષ્ટચાર થવાનો આરોપ લાગ્યો છે . એએસમી રોડ એન્ડ બિલ્ડીગ કમિટીમાં બેઠકમાં શહેરમાં રોડ રસ્તા રિપેર અને રિસરફેસ કરવા માટે સિંગલ ટેન્ડર આવેલ કંપનીને 20 ટકાથી વધુ ઉચાં ભાવે કરોડો રૂપિયા કામ મંજૂર કર્યા છે. તો એક કામ પર વિવાદ થતા કામ રોકી દેવામાં આવ્યું છે

આ પણ વાંચો-સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

અમદાવાદ શહેરમાં રોડ રસ્તાઓનાં રિપેરીગ પાછળ અધધ કરોડો રૂપિયા ખર્ચે થયા છે . મ્યુનિસિપલ કોર્પોરેશન હવે કોન્ટ્રાક્ટરો માટે આવકનું સાધન બની ગયા છે તેવો આરોપ દાણીલીમડાનાં કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણે લગાવ્યો છે. શહેરનાં સામાન્ય વરસાદ પડે છે અને શહેરના મોટા ભાગના રોડ રસ્તા ધોવાણ થાય છે શહેર ખાડા નગરી બની જાય છે. અને પાછા રસ્તા રીપેરીગ પાછળ કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પડાય છે . જેમા સિંગલ કોન્ટ્રાકટર આવે છે અને તે પણ 20 ટકાથી વધુ ઉંચા ભાવ અપાય છે . જે અધિકારીઓ કરેલા અંદાજ કરતા ઘણા ઉચા હોય છે .



આ પણ વાંચો-આણંદ: વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં પ્રોફેસરે વિડીયો કોલ કરી બિભત્સ માંગણી

એએમસી રોડ એન્ડ બિલ્ડીગ કમિટીનાં ચેરમેન મહાદેવભાઇ દેસાઇ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે આક્ષેપ કર્યા સિવાય હવે કશું રહ્યું નથી . કોંગ્રેસ પોતાનાં વિપક્ષ નેતા બનાવી શકી નથી . AMC જે પણ કોન્ટ્રાક્ટો આપ્યા છે તે તમામ નિયમ આધારે છે . વર્ષ 2015/16 નો SOR હોવાથી અંદાજ કરતા ઉંચા ભાવ લાગે છે. એએમસી અધિકારી સુચનાઓ અપાઇ છે કે રાજ્ય સરકાર દ્વારા તૈયાર થયેલા નવાં SORનો અમલ કરવામાં આવે. આ ઉપરાત સિંગલ કોન્ટ્રાક્ટ વાળા ટેન્ડર હાલ મંજૂર કર્યું નથી . પરંતુ જેમા એકથી વધુ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભર્યા છે પરંતુ ભાવ અંદાજ કરતા ઉચા આ ટેન્ડરમાં ભરવામાં આવ્યાં છે તેને મંજૂર કરાયા છે



નોધનિય છે કે પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં રોડ રસ્તા રિસરફેસ કરવા માટે એક અંદાજ મુજબ 45 કરોડ રૂપિયાન કામ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-જૂનાગઢ: મારકણી ગાયે એકજ પરિવારનાં ત્રણને અડફેટે લીધા, ઘણાને બનાવ્યા શિકાર, જુઓ CCTV VIDEO

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં દક્ષિણ ઝોનમાં આવતાં મણિનગર, વટવા, ઇસનપુર વોર્ડમાં આવેલા રોડ તેમજ જુદા જુદા ટી.પી. રોડ રીગ્રેડ તથા રીસરફેસ કરવાના ટેન્ડર મંગાવતા એકમાત્ર કોન્ટ્રાક્ટર વિમલ કન્સ્ટ્રકશન કંપનીના અંદાજીત ભાવથી 25 ટકા વધુ ભાવના રૂ. 6.87 કરોડના સિંગલ ટેન્ડરની દરખાસ્ત મુકાઈ છે.

ઉત્તર-પશ્ચિમઝોનનાં ચાંદલોડીયા, ગોતા, ઘાટલોડિયા તથા અન્ય વોર્ડના જુદા જુદા મુખ્ય રસ્તાઓને રીગ્રેડ તથા રીસરફેસ કરવાના કામના ટેન્ડર મંગાવતાં આવેલ ટેન્ડરો પૈકી કોન્ટ્રાકટર મારૂતિ ઇન્ફાક્રીએશન પપ્રાઇવેટ લીમીટેડના અંદાજી ભાવથી 20.23 ટક વધુ ભાવના એટલે કે રૂ. 11.89 કરોડનાં ટેન્ડરની તથા ટેન્ડર શરત મુજબની દરખાસ્ત કરવામાં આવી છે.

પશ્ચિમ ઝોનમાં તમામ વોર્ડનાં ટેન્ડરો પૈકી કોન્ટ્રાકટર એપેક્ષ કન્સ્ટ્રકશનના અંદાજી ભાવથી 17.83 ટકા વધુ ભાવના એટલે કે રૂ. 11.77 કરોડના ટેન્ડરની તથા ટેન્ડર શરત મુજબ બીયુમીનનો ભાવ તફાવત ચુકવવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો અંદાજીત ભાવ વધારાની રકમ રૂા.1.17 કરોડ ની જોગવાઈ સાથે કુલ રૂ.12.95 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાની તથા થયેલ કામ મુજબ કોન્ટ્રાકટરને પેમેન્ટ કરવાની શરત મુકાઇ છે

ઉપરાંત પશ્ચિમ ઝોનનાં તમામ વોર્ડના ટેન્ડરો પૈકી વરૂણ પ્રોકોન પ્રા.લી.ના અંદાજી ભાવથી 24.10 ટકા વધુ ભાવના રૂા.12.40 કરોડના ટેન્ડરની તથા ટેન્ડર શરત મુજબ બીટયુમીનનો ભાવ તફાવત ચુકવવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો અંદાજીત ભાવ વધારાની રકમ રૂ.1.24 કરોડની જોગવાઈ સાથે કુલ રૂ. 13.64 કરોડની મર્યાદામાં કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવવાની તથા થયેલ કામ મુજબ કોન્ટ્રાકટરને પેમેન્ટ કરવાની દરખાસ્ત મૂકી છે.

વિપક્ષ સત્તા પક્ષ પર આરોપ લગાવી રહ્યું છે ભાજપ શાસકો અને અધિકારી મિલીભગતથી પ્રજાના પૈસા લૂંટાઇ રહ્યા છે . કોન્ટ્રાક્ટરોને ઘી કેળા થયા હોવાનો ઘાટ સર્જાયો છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં આવેલા ટેન્ડરો તો આવે જ છે પરંતુ હવે કોન્ટ્રાકટરો જે ભાવ હોય તેના કરતાં વધુ ભાવ મૂકે છે છતાં ભાજપના શાસકો તેને મંજુર કરી દે છે. કોર્પોરેશનાં શાસકો શંકાના દાયરામાં આવ્યા છે.
Published by:Margi Pandya
First published:

Tags: AMC Road Contract, એએમસી`, ભ્રષ્ટાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો