રાજપીપળા જેલના કેદીઓમાં કોરોનાનો ડર! જામીન મળ્યા છતાં જેલમાં જ રહેવા જજને કરી અપીલ
રાજપીપળા જેલના કેદીઓમાં કોરોનાનો ડર! જામીન મળ્યા છતાં જેલમાં જ રહેવા જજને કરી અપીલ
આજે આ અપીલને કારણે રાજપીપલા જર્જ સાહેબ દ્વારા આ બંને કેદીઓને જેલમાં જ રહેવા દેવામાં આવ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસને કારણે બહાર રહેવું જેના કરતા કેદીઓને જેલ સેફ લાગી રહી છે.
આજે આ અપીલને કારણે રાજપીપલા જર્જ સાહેબ દ્વારા આ બંને કેદીઓને જેલમાં જ રહેવા દેવામાં આવ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસને કારણે બહાર રહેવું જેના કરતા કેદીઓને જેલ સેફ લાગી રહી છે.
કોરોના વાયરસનો (coronavirus) એવો ડર છે કે નર્મદા જિલ્લાના રાજપીપળામાં જેલમાં બે કેદીઓને જેલમાંથી છોડવાનો કોર્ટે કર્યો છતાં પણ બે કેદીઓ જેલમાંથી બહાર જવાની ના પાડે છે. અને તેમને જેલમાં જ રહેવું છે. કોરોના વાયરસના કેહેર વચ્ચે હાલ આખું વિશ્વ જીવી રહ્યું છે. સામન્ય રીતે કોઈ પણ સજા યાતા કેદી તેને મળેલી સજા વહેલી પુરી થાય અને જેલને બહારની ખુલ્લી દુનિયામાં ફરી શકે. (દિપક પટેલ, નર્મદા)
પણ કોરોનાનો એવો ડર છે કે કેદીઓને જેલ બહાર કરતા વધારે જેલમાં રહેવાનું વધારે ગમે છે. આવો.કિસ્સો નર્મદા જિલ્લામાં બન્યો છે સુપ્રીમ કોર્ટની (suprem court) હાઈપાવરની કમિટીની સૂચના એવી છે કે સાત કે એના કરતા ઓછી સજાના કેદીઓને સેસન્સ કોર્ટ દ્વારા જમીન આપવા.
આ આદેશ મુજબ રાજપીપળા જિલ્લા જેલમાંથી કાચા કામના કેદીઓને જમીન પર છોડવામાં આવ્યા હતા. ત્યારે કોરોના વાયરસનો ભય કેદીઓને પણ લાગે છે. એમ જિલ્લા જેલમાંથી 2 કેદીઓએ પોતાના ઘરે ન જવાની જર્જ સાહેબ પાસે અપીલ કરી હતી.
આજે આ અપીલને કારણે રાજપીપલા જર્જ સાહેબ દ્વારા આ બંને કેદીઓને જેલમાં જ રહેવા દેવામાં આવ્યા છે. ત્યારે આજે કોરોના વાયરસને કારણે બહાર રહેવું જેના કરતા કેદીઓને જેલ સેફ લાગી રહી છે.
સુપ્રીમ કોર્ટની હાઈ પાવરની કમિટીની સૂચના મુજબ રાજપીપળા જિલ્લા જેલમાંથી 177 કેદીઓ માંથી 22 કેદીઓને જામીન પર છોડાયા છે. જ્યારે 22 કેદીઓને જજ સમક્ષ રજૂ કરાયા ત્યારે 2 કેદીઓએ એમ કહ્યું હતું કે સાહેબ અમારે જેલમાંથી બહાર નથી જવું અમારે જેલમાં જ રહેવું છે.
કોરોના વાયરસ બાદ આ જેલમાં નવા 4 કેદીઓ આવ્યા છે. એ કેદીઓ જેલમાં દાખલ થાય ત્યારે સેનેટાઈઝ કરાયા બાદ એમનો 15 દિવસના પ્રવાસનો ઇતિહાસ જાણવામાં આવે છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર