સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, ખાનગી હોસ્પિટલોમાં આપવા પડશે આટલા રૂપિયા

સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, ખાનગી હોસ્પિટલોમાં આપવા પડશે આટલા રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તથા ગંભીર બીમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી કોરોના વાયરસ વેક્સીન આપવાની શરૂઆત કરાશે

 • Share this:
  ગાંધીનગર : કોરોના વોરિયર્સની કોરોના વેક્સીન આપ્યા પછી હવે સામાન્ય નાગરિકોને 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે (Central Government)નિર્ણય કર્યો કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તથા ગંભીર બીમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી કોરોના વાયરસ વિરોધી વેક્સીન (Coronavirus Vaccine) સરકારી કેન્દ્રો પર કોઈ ચાર્જ લીધા વગર (Free Corona Vaccine) આપવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં તેના માટે થોડો ચાર્જ ચૂકવવો પડશે.

  કોરોના વેક્સિનની કિંમત કેટલી હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. કોરોનાની વેક્સિન સરકારી હોસ્પિટલમાં મફતમાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝની કિંમત 250 રૂપિયા રહેશે. 150 રૂપિયા કોરોના વેક્સિનના અને 100 રૂપિયા એડ્મિનિસ્ટ્રેશન ચાર્જ રાખવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટર પર આ માહિતીની જાણકારી આપી હતી.  આ પણ વાંચો - સુરત : માસ્ક વિના સામાન્ય પ્રજાને દંડ, નેતાઓને ખુલ્લી છૂટ, લોકોમાં જોવા મળ્યો રોષ  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટર પર ફોટો શેર કરીને લખ્યું છે કે ગુજરાતના નાગરિકોને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારે કોરોનાની વેક્સીન ખાનગી હોસ્પિટલમાં લેવાની કિંમત ફક્ત 150 રૂપિયા નક્કી કરેલ છે અને વહીવટી ચાર્જ 100 રૂપિયા નક્કી કરેલ છે. આમ આરોગ્ય વિભાગ માન્ય ખાનગી હોસ્પિટલમાં ફક્ત 250 રૂપિયાની કિંમતથી એક વેક્સીનનો ડોઝ પ્રાપ્ત કરી શકાશે. સરકારી હોસ્પિટલમાં આ વેક્સીન વિનામૂલ્યે આપવામાં આવશે.

  ગુજરાતમાં (Gujarat) કોરોના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 460 કેસ નોંધાયા છે. જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,408 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.57 ટકા છે. રાજયમાં અત્યારસુધીમાં કુલ 8,20,700 વ્યક્તિઓનું રસીકરણ (corona vaccination)થયું છે. 1,65,538 લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published:February 27, 2021, 16:08 pm