ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કુલ 262 દર્દીઓ, અમદાવાદમાં 142 કેસ

News18 Gujarati
Updated: April 9, 2020, 10:50 PM IST
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કુલ 262 દર્દીઓ, અમદાવાદમાં 142 કેસ
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કુલ 262 દર્દીઓ, અમદાવાદમાં 142 કેસ

અત્યાર સુધી કુલ 17 લોકોનાં મોત થયા છે. જ્યારે 26 લોકો સારવાર બાદ સાજા થઈને ઘરે પર ગયા છે

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગુરુવારે બપોર પછી વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 262 દર્દીઓ થઈ ગયા છે. અમદાવાદમાં વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 142 કોરોનાના દર્દી થઈ ગયા છે. પાટણમાં 7, અમદાવાદમાં 8, વડોદરામાં 21 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે.

9મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોના વાયરસના 55 નવા કેસ સામે આવ્યા હતા.. આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવીના જણાવ્યા પ્રમાણે આગામી બે-ત્રણ દિવસમાં હજુ પણ કેસની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધી કુલ 17 લોકોનાં મોત થયા છે. જ્યારે 26 લોકો સારવાર બાદ સાજા થઈને ઘરે પર ગયા છે. આ સાથે આજની સ્થિતિમાં બે દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે.

આ પણ વાંચો - રેલવેનો કોરોનાથી બચવા નવતર પ્રયાસ, કાલુપુર રેલવે સ્ટેશન પર સેનિટાઇઝ ટનલ બનાવી

ગુરુવારે રાજ્યમાં એક સાથે કોરોના વાયરસ (Coronavirus Positive Cases)ના 55 નવા કેસ સામે આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM Vijay Rupani)એ તાબડતોબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Gujarat Dy CM Nitin Patel), ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) અને અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરીમાં બેઠક બોલાવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાનગી તબીબો, ઇન્ડીયન મેડીકલ એસોસિયેશનના અગ્રણીઓ સાથે વિડીયો કોન્ફરન્સ સંવાદ બેઠક યોજીને કોરોના સામેની લડાઇમાં ખાનગી ક્ષેત્રના તબીબોના સૂચનો-મંતવ્યો મેળવ્યા હતા.
First published: April 9, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading