કોરોના અપડેટ્સ : રાજ્યમાં 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 16 લોકોનાં મોત, કુલ 186 કેસ

News18 Gujarati
Updated: April 8, 2020, 11:09 PM IST
કોરોના અપડેટ્સ : રાજ્યમાં 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 16 લોકોનાં મોત, કુલ 186 કેસ
કોરોના અપડેટ્સ : રાજ્યમાં 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 16 લોકોનાં મોત, કુલ 186 કેસ

અમદાવાદમાં 83, સુરતમાં 11, રાજકોટમાં 11, વડોદરામાં 18, ગાંધીનગરમાં 13 અને ભાવનગરમાં 18 પોઝિટિવ કેસ

  • Share this:
ગાંધીનગર : બુધવારે સાંજે 6 વાગ્યાની સ્થિતિમાં સરકારી યાદી પ્રમાણે રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus Case in Gujarat) કુલ 186 પોઝિટિવ કેસ (Positive Cases)નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 29 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે બુધવારે આંશિક રાહત મળતા 11 કેસ સામે આવ્યા છે. બુધવાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે કુલ 16 લોકોનાં મોત થયા છે. અત્યારે બે દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

સરકારી યાદી પ્રમાણે મોટો શહેરોમાં અમદાવાદમાં 83, સુરતમાં 11, રાજકોટમાં 11, વડોદરામાં 18, ગાંધીનગરમાં 13 અને ભાવનગરમાં 18 પોઝિટિવ કેસ છે.

આ પણ વાંચો - અમદાવાદના 9 દરવાજા લોકડાઉન, વાંચો અમદાવાદના દરવાજાની રસપ્રદ કહાની

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉનના અમલમાં નાગરિકોનો-આગેવાનોનો મળી રહેલ વ્યાપક સહકાર બદલ સૌનો તંત્ર વતી આભાર વ્યક્ત કરતા કહ્યું કે, લૉકડાઉન દરમિયાન કેટલાક લોકો બે જવાબદારીપૂર્વક ફરી રહ્યા છે અને તેઓ પોતાના તથા અન્યના સ્વાસ્થ્યને જોખમ ઊભું કરી રહ્યા છે તેવા લોકો ચેતે, પોલીસ તેમની સામે પણ કડક કાર્યવાહી કરશે.

લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો મીડિયાને આપતા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે અમદાવાદ શહેરમાં જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા જે પગલાં લેવાઈ રહ્યા છે તેમાં નાગરિકો પૂરતો સહકાર આપે તે અપેક્ષિત છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે એન્ફોર્સમેન્ટ અને સર્ચની કામગીરી કરવામાં આવશે. કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના અમુક વિસ્તારો બંધ કરવામાં આવ્યા છે અને લોકોનું થર્મલ સ્કેનિંગ પણ કરાઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે હેતુથી શાકમાર્કેટ, જથ્થાબંધ માર્કેટના સ્થળો લોકોની સગવડ માટે બદલવામાં આવ્યા છે ત્યારે નાગરિકો પણ તેમાં સહયોગ આપે એ જરૂરી છે. શહેરના ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બનાવાશે. પોલીસ બંદોબસ્ત અપાયો છે અને જરૂર પડશે તો વધારવામાં આવશે.
First published: April 8, 2020, 11:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading