કોરોના અપડેટ્સ : શુક્રવારે 70 કેસ નવા નોંધાયા, રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 378

News18 Gujarati
Updated: April 10, 2020, 11:26 PM IST
કોરોના અપડેટ્સ : શુક્રવારે 70 કેસ નવા નોંધાયા, રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 378
કોરોના અપડેટ્સ : શુક્રવારે 70 કેસ નવા નોંધાયા, રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 378

અમદાવાદ ખાતે એક ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

  • Share this:
ગાંધીનગર : ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ (Dr Jayanti Ravi)ના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસ (Gujarat Coronavirus Cases)ના નવા 70 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ (Positive Cases) કેસની સંખ્યા 378 પર પહોંચી છે. આ સાથે અમદાવાદ ખાતે એક ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આજે 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 33 દર્દીઓની ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 19 લોકોના મોત થયા છે.

શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધારે 197 પોઝિટિવ કેસ છે. વડોદરમાં 59, સુરતમાં 27, ભાવનગરમાં 22, રાજકોટમાં 18, ગાંધીનગર અને પાટણમાં 14-14 કેસ છે. આજે અમદાવાદમાં 44 અને વડોદરમાં 20 કેસ નવા નોંધાયા છે.

આ પણ વાંચો - અમદાવાદ : જુહાપુરાના ગુલાબનગરમાં પોલીસની ગાડી પથ્થરમારો, 20 લોકોની અટકાયત

ગુરુવારે ગુજરાતમાં એક જ દિવસમાં 95 જેટલા કેસ સામે આવ્યા હતા. જોકે, બીજી તરફ આરોગ્ય સચિવનું કહેવું છે કે સેમ્પલિંગ (Coronavirus Sampling)નું પ્રમાણ વધારવાને કારણે કેસમાં અચાનક વધારો થયો છે. આ મામલે લોકોએ વધારે ડરવાની જરૂર નથી.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના 8 ગામો ભરૂચ જિલ્લા સાથે સરહદ થી જોડાયેલા છે. તાજેતરમાં ભરૂચ જિલ્લાના ઇખર ગામે કોરોના પોઝિટિવ કેસો નોંધાતા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર દ્વારા ચેપનો ફેલાવો અટકાવવાની તકેદારી માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ,સાંસરોદ, માંકણ, મેસરાડ, ધામણજા,માંગરોળ,દેથાણ અને સાંપા એ આઠ ગામો ભરૂચ જિલ્લાના ઉપરોક્ત ગામની સાત કિમી ત્રિજ્યા વિસ્તારમાં આવેલા હોય ચેપ ફેલાતો અટકાવવા આ ગામોને કોર એરિયા જાહેર કરીને અવર જવરની મનાઈ ફરમાવવી જરૂરી હોવાથી આપદા નિયંત્રણ કાયદા ની જોગવાઈ હેઠળ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ગામોમાં આવશ્યક સેવાઓનો પુરવઠો જાળવવા માટે એક રસ્તો ખુલ્લો રહેશે.
First published: April 10, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading