નવી દિલ્હી : કોરોના વાયરસ (coronavirus)ને રોકવા માટે ભારતમાં 3 મે સુધી લૉકડાઉન લાગુ છે ત્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી ચે કે લૉકડાઉન (Lockdown) સમાપ્ત થયા પછી પણ કેટલાક પ્રતિબંધો કાયમ રહેશે. જોકે, કેટલાક એક્સપર્ટનું માનવું છે કે ભારત (india) જેવા વિશાળ દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ઓછામાં ઓછું 10 અઠવાડિયાનું લૉકડાઉન જરૂરી છે. (નોંધ : અહેવાલમાં ટાંકેલી તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
શું લૉકડાઉન વધશે? ઇન્ડિયા ટૂડે સાથેની વાતચીતમાં સ્વાસ્થ્ય જર્નલ ધી લેંસેટના એડિટર ઇન ચીફ રિચર્ડ હૉર્ટને કહ્યું કે જો ભારતમાં લૉકડાઉન લંબાવાયું નહીં તો સમસ્યાઓ સર્જાશે. ઉપરાંત ભારતની અત્યારસુધીની તમામ મહેનત પર પાણી ફરી જાશે.
દુનિયાના તમામ દેશોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લૉકડાઉન લાગું છે ત્યારે કોરોના મહામારી વિશ્વમાંથી હંમેશા માટે ક્યારેય સમાપ્ત નહીં થાય. ભારત લૉકડાઉન લંબાવશે તો ફાયદો થશે અને 10 અઠવાડિયા બાદ તેમાં ઘટાડો નોંધાશે.
25 માર્ચથી ભારતમાં લોકડાઉન અમલમાં છે. પહેલાં તે 14 એપ્રિલના રોજ સમાપ્ત થવાનું હતું, પરંતુ પાછળથી પીએમ મોદીએ તેને 3 મે સુધી લંબાવાની જાહેરાત કરી. હોર્ટન ઇચ્છે છે કે તેને ઓછામાં ઓછા 10 અઠવાડિયા સુધી આગળ વધારવામાં આવે.
તેમણે કહ્યું, 'હું જાણું છું કે ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. પરંતુ હજી પણ ભારતને ઉતાવળ ન હોવી જોઈએ. જો ટૂંક સમયમાં જ લોકડાઉન સમાપ્ત થશે તો કોરોનાનો બીજો રાઉન્ડ ભારતમાં આવી શકે છે જે ખૂબ જોખમી હશે.
અત્યાર સુધીમાં અમેરિકામાં કોરના વાયરસથી સૌથી વધુ મોત થયા છે. પરંતુ હજી સુધી માત્ર 8 અઠવાડિયાના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં, અમેરિકાનાં ઘણા રાજ્યોએ પણ તેનો સંપૂર્ણ અમલ કર્યો નથી. સ્પેનમાં પણ 2 લાખથી વધુ કોરોનાના કેસ હતા ત્યાં લોકડાઉન 14 માર્ચથી અમલમાં છે, જે 9 મેના રોજ 57 દિવસ પછી સમાપ્ત થશે. એ જ રીતે ઇટાલીમાં પણ 57 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર