કોરોના વાયરસ : અમદાવાદમાં 151 સહિત રાજ્યમાં નવા 217 કેસ નોંધાયા, 24 કલાકમાં 9 લોકોના મોત

કોરોના વાયરસ : અમદાવાદમાં 151 સહિત રાજ્યમાં નવા 217 કેસ નોંધાયા, 24 કલાકમાં 9 લોકોના મોત
કોરોના વાયરસ : અમદાવાદમાં 151 સહિત રાજ્યમાં નવા 217 કેસ નોંધાયા, 24 કલાકમાં 9 લોકોના મોત

રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતની સંખ્યા 2624એ પહોંચી

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. રાજ્યમાં 23મી એપ્રિલે સાંજે 6.00 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના 217 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતની સંખ્યા 2624એ પહોંચી છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી હતી.

  નવા નોંધાયેલા કેસમાં સૌથી વધારે અમદાવાદમાં 151 કેસ નોંધાયા છે. સુરતમાં 41, વડોદરામાં 7, ભરુચમાં 5 અને આણંદમાં 3 કેસ નોંધાયા છે. 79 દર્દી સાજા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ કુલ રિકવર દર્દીની સંખ્યા 258 થઈ છે. 24 કલાક દરમિયાન કુલ 9 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મોતની સંખ્યા 112 પર પહોંચી છે.

  આ પણ વાંચો - અમદાવાદ : કોવિડ હોસ્પિટલના દર્દીઓ માટે થ્રી સ્ટાર હોટલ જેવી ભોજનની વ્યવસ્થા, આવું છે મેનુ

  રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 217 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદમાં કુલ 151 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યનો અત્યાર સુધીનો કુલ આંકડો 2624 થયો છે.

  મે મહિના સુધીનો પ્લાન તૈયાર કરવાનો આદેશ

  આ મામલે મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરોને રાજ્યમાં મે મહિના સુધી કોરોનાને નાબૂદ કરવા માટેનું પ્લાનિંગ કરવાની જવાબદારી સોંપી છે. બુધવારે કલેક્ટરો સાથે થયેલી વીડિયો કોન્ફરન્સમાં કલેક્ટરો તરફથી જે પ્લાનિંગ રજૂ કરવામાં આવ્યું હતું તેને વધારે વિગતવાર કરવાની સૂચના આપવામાં આવી છે. એટલે કે સરકાર હવે કોઈ પણ કાળે કોરોનાને મે મહિનામાં ખતમ કરવા માંગે છે. સરકાર ઇચ્છે છે કે મે મહિના પછી રાજ્યમાં કોરોનાના કોઈ નવા કેસ સામે ન આવે.
  Published by:News18 Gujarati
  First published:April 23, 2020, 20:10 pm

  ટૉપ ન્યૂઝ