અમદાવાદ: શહેરનું લાલ દરવાજા એટલે શોપિંગનું હબ.દિવાળી (diwali) હોય કે નવરાત્રી (Navratri) કે પછી હોય ઘરનો કોઈ પ્રસંગ. લાલદરવાજામાં ખરીદી કરવા આવતા લોકોની ભીડ ભરમાર હોય છે. પરંતુ કોરોના વાયરસની (coronavirus) વચ્ચે હાલ વેપારીઓના હાલ બેહાલ છે. બીજી તરફ ગ્રાહકો કહે છે કે તેમની પાસે નાણાં નથી નોકરી નથી. આ વચ્ચે કોણ જાણે કેવી રીતે ગ્રાહકો અને વેપારીઓ પાસે પોલીસ અને અમદાવાદ મહાનગર પાલિકાને આપવા માટે 1000 રૂપિયા છે.
આ કેસ છે 1000 રૂપિયાનો. આ વાત છે 1000 રૂપિયાની અને આ કહાનીની શરૂઆતમાં પણ 1000 રૂપિયા સંકળાયેલા છે. 1000નો આ કિસ્સો દરેક અમદાવાદી સાથે સંકળાયેલો છે કારણ કે દરેકના પૈસાનું પાકીટ માસ્કના વાંકે ખાલી થઈ રહ્યું છે. આ માટે જવાબદાર અમદાવાદીઓ તો છે જ પરંતુ કદાચ સરકાર પણ છે.
સરકાર કેવી રીતે એ સમજાવીશું પરંતુ અમદાવાદીઓ વિશે સૌથી પહેલા જણાવીએ જેઓ કોરોનામાં બિન્દાસ બન્યા છે. તસવીરમાં ભીડ જોઈને જ કહી શકાય કે આ છે અમદાવાદીઓ ની લાપરવાહી.
આ પણ વાંચોઃ-
કેટલાક લોકોએ અમને કહ્યું માત્ર 1000 રૂપિયાનો આ કિસ્સો છે. કારણ કે માસ્ક ના પહેરવા પર 1000 રૂપિયા દંડ ખબર છે પણ આપી દેવાના એમાં શું...માસ્ક તો ભારે ગભરામણ થાય. અમદાવાદમાં લાલ દરવાજામાં ગ્રાહક હોય કે વેપારી દરેક માસ્ક વગર ફરી રહ્યો છે. કોણ કોરોના પોઝિટિવ છે કોણ નેગેટિવ તેની કોઈને ખબર નથી છતાં અમદાવાદીઓ બિન્દાસ્ત છે.
આ પણ વાંચોઃ-
અમે રિપોર્ટ માટે જ્યારે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અમને ઘણી બહેનો એવી મળી આવી કે જે ને માસ્કનો કોન્સેપ્ટ જ નહોતી ખબર.... આ બહેનો માં માસ્ક અંગે જાગૃતિ ના જોવા મળી.
આવી મહિલાઓ માં.એક.મહિલા લાલ દરવાજા શોપિંગ કરવા આવી હતી. પણ મીડિયા નો કેમેરો જોઈને ડરી ગઈ. માસ્ક નહિ પેહેરો તો 1000 રૂપિયા દંડ થશે પણ 1000 રૂપિયા ની સાથે જે સજા મળશે એ સજા કોરોના.ની પણ હશે. શું આવી સજા ભોગવવા તમે તૈયાર છો?