અમરેલી : વેક્સીનેશનના કાર્યક્રમની તૈયારી કરી રહેલા BJPનાં કાર્યર્તાઓને પોલીસે માર માર્યાનો આક્ષેપ

ઘટનાના વિરોધમાં અમરેલીના સાંસદ કાછડિયા અને પૂર્વમંત્રી સંઘાણીએ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

પૂર્વ કેબિનેટમંત્રી દિલીપ સંઘાણીએ પોલીસની કામગીરી અંગે ઉઠાવ્યા સવાલ, જિલ્લાપોલીસ વડાને ફોન પર કહ્યુ, કોવીડના પ્રશ્નમાં પણ પોલીસ અવરોધ બને તો હું પોલીસ સામે લીડ લેતા લેશ માત્ર નહીં ખચકાવ'

 • Share this:
  રાજન ગઢિયા, અમરેલી : અમરેલીમાં (Amreli) આજે સહકારી ધોરણે વેક્સીનેશનનો (Vaccination) કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રમુખ સીઆર પાટીલ પણ (C.R. Paatil) ઉપસ્થિત રહેવાના છે ત્યારે કાર્યક્રમની કથિત રીતે તૈયારી કરી રહેલા ભાજપનાં જ કાર્યકર્તાઓને પોલીસે (Police Beaten BJP Workers) ઢીબી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. કાર્યકર્તાઓને માર મારતા મામલો બીચક્યો અને જિલ્લા પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ કેબિનેટમંત્રી દિલીપ સંઘાણી અને સાંસદ નારણ કાછડિયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

  પોલીસના મારમના કારણે ભાજપનાં કાર્યકર્તાઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનો નેતાઓએ આક્ષેપ કર્યો હતો. આ કાર્યકર્તાઓેને જોવા માટે પ્રભઆરી મંત્રી જાડેજા સહિતના નેતાઓ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા. દિલીપ સંઘાણીએ એએસપી અભય સોનીની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. સાંસદ નારણ કાછડિયાએ પોલીસ પર રેતીની ઉઠાંતરીનો આક્ષેપ લગાવ્યો હતો.



  આ પણ વાંચો :   રાજકોટ : 'કૂકી' ભરવાડે PSI સહિત સ્ટાફ પર કર્યો હુમલો, ચામુંડા હોટલ પર સોડા બોટલો ઉલળી

  દિલીપ સંઘાણીએ પોલીસની કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો મૂકતા ફોન પર જિલ્લા પોલીસવડાને ખખડાવ્યા હતા. સંઘાણીએ કહ્યુ, 'કોવીડનો કાર્યક્રમ છે, કોવીડનો પ્રશ્ન છે, કોવીડ માટે અમે સહકારી ધોરણે વેક્સીનેશનનો કાર્યક્રમ કરવાના છીએ આના માટે ભાજપ પ્રમુખ આવે છે અને એમાં પણ જો પોલીસ નડે તો પછી પોલીસ સામે લીડ લેતા હું લેશ માત્ર સંકોચ નહીં રાખું. તમે પોલીસના વડા છો અને આના પર એક્શન લેવાવા જોઈએ. અમે આજ દિનસુધી પોલીસ સામે કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી બાકી ક્યાં દારૂં મળે છે એ હું તમને બતાવી શકું છું. હું અને સાંસદ તમારી સાથે આવીએ અને બતાવીએ ક્યાં પોલીસ રેતી લઈ જાય છે અને ક્યાં દારૂં મળ છે?'

  પોલીસના કથિત મારથી ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિ


  આ પણ વાંચો :  પાલિતાણા : વ્યાજખોરોએ યુવક પર પેટ્રોલ છાંટ્યુ, દિવાસળી ચાપી જીવતો સળગાવ્યો

  જોકે, આ મામલે હજુ સુધી જિલ્લા પોલીસ વડા દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અમરેલીમાં છેલ્લા કેટલાય સમયથી અનેક કારણોસર પોલીસ વિવાદમાં આવી રહી છે ત્યારે આ વખતે રાજકીય મોરચે જિલ્લાના વરિષ્ઠ ભાજપ નેતાઓએ આક્ષેપો કરતા મામલો ગરમાયો છે.
  Published by:Jay Mishra
  First published: