PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત, Corona અને પૂરને લઈ કરી ચર્ચા

News18 Gujarati
Updated: July 19, 2020, 11:25 PM IST
PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત, Corona અને પૂરને લઈ કરી ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

પીએમ મોદીએ કોરોના સિવાય આસામમાં પૂરના કારણે પેદા થયેલી પરિસ્થિતિને પહોંચીવળવા માટે રાજ્યને દરેક સંભવ મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં દરેક તરફ લોકો કોરોનાનો કહેર સહન કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોના વાયરસને રોકવા માટે ઉપાયો અને ઉપચાર અને પૂર સંબંધિત પરિસ્થિતિઓ પર રવિવારે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરી. એક અધિકારીએ જણાવ્યું કે, ફોન પર થયેલી વાતચીત દરમિયાન મુખ્યમંત્રીઓએ જણાવ્યું કે, રાજ્યમાં પ્રતિદિવસ કેટલા નમૂનાની તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીએ બિહાર, આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના સીએમ સાથે ટેલિફોન પર વાચ કરી. પીએમ મોદીએ તામિલનાડુમાં કોવિડ-19ને લઈ મુખ્યમંત્રીના પલાનીસ્વામી સાથે વાત કરી. એક અધિકારીક જાહેરાતમાં જણાવવામાં આવ્યું કે, ફોન પર થયેલી આ વાતચીત દરમિયાન પલાનીસ્વામીએ પીએમ મોદીને જણાવ્યું કે, રાજ્યમાં પ્રતિદિન 48000 નમૂનાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીને કોવિડ-19ની રોકથામ તથા સંક્રમિત મળેલા લોકોના ઉપચાર સંબંધિત જાણકારી આપવામાં આવી.

પૂરેન લઈ આસામના સીએમ સાથે કરી વાત

તો પીએમ મોદીએ કોરોના સિવાય આસામમાં પૂરના કારણે પેદા થયેલી પરિસ્થિતિને પહોંચીવળવા માટે રાજ્યને દરેક સંભવ મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે. આ પૂરના કારણે આ વર્ષે અત્યાર સુધીમાં 81 લોકોના મોત થઈ ચુક્યા છે. પીએમ મોદીએ આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે ફોન પર પૂર સંબંધી પરિસ્થિતિને લઈ ચર્ચા કરી. તેમણે કોવિડ-19 સંબંધી સ્થિતિ અને ઓયઈ ઈન્ડિયાના બાગજાન ગેસ કુંવામાં આગ ઓલવવા માટે ચાલી રહેલા પ્રયાસોની જાણકારી લીધી.



દેશમાં કોરોનાના આંકડા 10.77 લાખ દેશમાં શનિવારે કોરોનાના 34884 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 661 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેસમાં કુલ કરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 10,77,618 થઈ ગઈ. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, કોરોનાના હવે 3,73,379 એક્ટિવ કેસ છે. કોરોના મહામારીથી અત્યાર સુધીમાં 26,816 દર્દીઓના મોત થયા છે અને 6,77,422 લોકો સાજા થઈ ચુક્યા છે. એક વિદેશી પાછો ફરી ચુક્યો છે. હવે આ બધા વચ્ચે સારી વાત એ છે કે, કોરોના સંક્રમિત દર્દીઓની સાજા થવાનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દેશમાં રીકવરી રેટ 65.24 ટકા થઈ ગયો છે. કોરોના વાયરસથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત દેખાય છે.
Published by: kiran mehta
First published: July 19, 2020, 9:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading