પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર, ઘરવેરો, પાણી વેરો અને વિજ બિલ પર છુટછાટ આપો

News18 Gujarati
Updated: April 17, 2020, 10:02 PM IST
પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર, ઘરવેરો, પાણી વેરો અને વિજ બિલ પર છુટછાટ આપો
પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર, ઘરવેરો, પાણી વેરો અને વિજ બિલ પર છુટછાટ આપો

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ઉઘરાવવામાં આવતા વેરાઓ ભરવામાંથી રાજ્યના દરેક પરિવારને છ માસ સુધી મુક્તિ આપે - પરેશ ધાનાણી

  • Share this:
ગાંધીનગર : વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા ગુજરાત સીએમ વિજય રૂપાણીને પત્ર લખી કરી રજૂઆત કરવામાં આવી છે. પરેશ ધાનાણીએ પત્રમાં લખ્યું છે કે સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્‍યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે, જે વિશ્વના 205 ઉપરાંતના દેશોમાં અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલ છે. આ વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા માટે 24 માર્ચ, 2020થી 14 એપ્રિલ, 2020 સુધી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવેલ, પરંતુ કોરોના વાયરસની સ્થિતિ બેકાબુ થતાં ફરી બીજા તબક્કાનું લોકડાઉન 15 એપ્રિલ, 2020થી 3 મે, 2020 સુધી જાહેર કરવામાં આવેલ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકારને સતત સાથ અને સહકાર આપી રાજ્યની જનતાને આ મહામારીમાંથી ઉગારી લેવાના ઉદ્દેશ્ય સાથે જવાબદાર વિરોધપક્ષની ભૂમિકા અદા કરી રહી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સમયાંતરે થતા સૂચનો રાજકીય પક્ષાપક્ષીને બદલે રાજ્યની પ્રજાના હિતમાં જ હોય છે.

પત્રમાં લખ્યું છે કે કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર રાજ્યમાં લગભગ તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ છે, જે ફરી ક્યારે ચાલુ થશે તે નક્કી નથી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયેલ છે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રાજ્યમાં દિવસેને દિવસે ખૂબ જ વધતી જાય છે, જેથી હાલના સંજોગો જોતાં સ્થિતિ પૂર્વવત્‌ ક્યા‍રે થાય તે કહેવું મુશ્કેલ છે અને આગામી લાંબા સમય સુધી ધંધા-રોજગાર ચાલુ થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. રાજ્યના નાના-મધ્યમ દરેક પરિવાર કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાના નાના-મોટા ધંધા બંધ કરીને પોતાના ઘરમાં બેકારી તથા ભુખમરાનો સામનો કરી રહેલ છે. તેઓના કમાણીના સાધનો ઠપ થઈ ગયેલ હોવાથી પોતાનું ગુજરાન ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી.

આ પણ વાંચો - કોરોના અપડેટ્સ : રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099

ધાનાણીએ પત્રમાં કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે ઉભી થયેલ પરિસ્થિતિ જોતાં સમગ્ર રાજ્યોમાં વેપાર-ધંધાની સ્થિતિ પૂર્વવત્‌ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ જણાઈ રહ્‌યું છે. રાજ્યમાં ગરીબ અને મધ્યમવર્ગ તથા રોજનું કમાઈને રોજ ખાનાર પરિવારોની સંખ્યા ખૂબ જ વધારે છે. તેઓની આજીવિકા હાલ બંધ છે, પરંતુ સ્થિતિ પૂર્વવત્ થતાં તેઓ પોતાના ધંધા-રોજગાર ચાલુ કરવામાં જોતરાશે, આવા સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા કે અન્ય સત્તાધીશો દ્વારા રાજ્યની પ્રજા ઉપર ચડત વેરાઓ ભરવા માટે કોઈ પણ પ્રકારનાં પગલાં ભરવામાં આવશે તો પણ રાજ્યની પ્રજા પાણીવેરા, ઘરવેરા, વીજબિલ કે અન્ય કોઈ વેરાઓ ભરવા અસમર્થ બનશે. જેથી સરકારે રાજ્યના દરેક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વસુલ કરવામાં આવતા તમામ કરવેરાઓ ભરવામાંથી આગામી છ માસ સુધી સંપૂર્ણપણે મુક્તિ આપવા રાજ્યની પ્રજાના હિતમાં નિર્ણય કરવો અત્યંત જરૂરી છે.

કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં આગામી છ મહિના સુધી દરેક પરિવારને ઘર વપરાશનું વીજળી બિલ, પાણીવેરો અને અન્ય આ તમામ સ્થાનિક કરવેરાઓમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા તેમજ ગૃહલોનના હપ્તાની પરત ચૂકવણી સ્થગિત કરવા તથા તેના વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા સરકારને વિનંતી કરીએ છીએ.
First published: April 17, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading