Gujarat corona update: વરસાદ વચ્ચે કોરોનાનો કહેર, રાજ્યમાં 24 કલાકમાં 822 કેસ નોંધાયા
Gujarat corona update: વરસાદ વચ્ચે કોરોનાનો કહેર, રાજ્યમાં 24 કલાકમાં 822 કેસ નોંધાયા
15 જુલાઈ કોરોના કેસ અપડેટ
Gujarat covid-19 case latest update: ગુજરાતમાં નવા 822 કોરોના કેસો નોંધાયા હતા. જ્યારે 612 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.76 ટકા નોંધાયો હતો.
Gujarat corona update : સમગ્ર ગુજરાતમાં ધમાકેદાર વરસાદ (Gujarat monsoon) પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (coronavirus) વધી રહ્યા છે. આજે રવિવારે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 822 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા હતા. બીજી તરફ 612 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.76 ટકા નોંધાયા હતા.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 15 જુલાઈ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 822 કોરોના કેસ નોંધાયા હતા.બીજી તરફ 612 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.76 ટકા નોંધાયા હતા. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે રાજ્યમાં એકપણ વ્યક્તિનું મોત નોંધાયું નથી.
વરસાદી પાણી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 298, સુરત કોર્પોરેશનમાં 73, વડોદરા કોર્પોરેશનમાં 56, ભાવનગર કોર્પોરેશનમાં 30, ગાંધીનગર કોર્પોરેશનમાં 32, મહેસાણામાં 41, સુરતમાં 19, રાજકોટ 30, વડોદરામાં 22, કચ્છ 18 કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત ભરૂચમાં 12, અમરેલીમાં 14, આણંદમાં 7,પાટણમાં 6, જામનગર કોર્પોરેશનમાં 2, કચ્છમાં 4, પોરબંદરમાં 2, સાબરકાંઠા 10, મોરબી 11, બનાસકાંઠા 7, દેવભુમિ દ્વારકા 7, ખેડા 6, નવસારી 5, સુરેન્દ્રનગર 5, અરવલ્લી 4, તાપી 4 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 4482 એક્ટીવ કેસ છે જે પૈકી 3 વેન્ટીલેટર ઉપર જ્યાર 4479 સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં 14,800 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર