Home /News /gujarat /

ભારતમાં હજુ એક્ટિવ ફૅઝમાં કોરોના, મે સુધીમાં 1.12 લાખે પહોંચી શકે છે દર્દીઓનો આંકડો

ભારતમાં હજુ એક્ટિવ ફૅઝમાં કોરોના, મે સુધીમાં 1.12 લાખે પહોંચી શકે છે દર્દીઓનો આંકડો

રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરાઈ કે મેના બીજા સપ્તાહ સુધીમાં દેશમાં 1.12 લાખ કોરોનાના કેસ સામે આવી શકે છે

રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરાઈ કે મેના બીજા સપ્તાહ સુધીમાં દેશમાં 1.12 લાખ કોરોનાના કેસ સામે આવી શકે છે

    નવી દિલ્હીઃ ભારત (India)માં કોરોના વાયરસના સંક્રમિતો (Coronavirus Infected)ની સંખ્યા 29 હજારને પાર થઈ ગઈ છે. સરકાર તરફથી કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. દેશમાં 3 મે સુધી લૉકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાંય જે રીતે કોરોના (COVID-19)ના કેસ સામે આવી રહ્યા છે.


    વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેના બીજા સપ્તાહ સુધી ભારતમાં 1.12 લાખ કોરોનાના કેસ સામે આવી શકે છે.


    સ્વાસ્થ્ય વિભાગના તાજેતરની માહિતી મુજબ, દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 29435 થઈ ગઈ છે. તેમાં 21632 એક્ટિવ કેસ છે. કોરોનાથી દેશભરમાં અત્યાર સુધી 934 લોકોએ પોતાના જીવ ગુમાવયા છે. જ્યારે રાહતની વાત એ છે કે કુલ 6868 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે.


    જોકે, વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમનું માનવું છે કે ભારતમાં કોરોના મહામારી હજુ એક્ટિવ ફૅઝમાં ચાલી રહી છે. તે ધીમે-ધીમે વધશે. મેના બીજા સપ્તાહ સુધી કોરોનાના કેસોની સંખ્યા એક લાખને પા કરી જશે.


    ભારતમાં કોરોનાના કેસોની સ્ટડી કરનારા COV-IND-19 સ્ટડી ગ્રુપના રિસર્ચરોએ હાલના આંકડાઓનો અભ્યાસ કર્યા બાદ જાહેર કરેલા રિપોર્ટમાં આવી આશંકા વ્યક્ત કરી છે.


    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પ્રારંભિક સમયમાં કોરોનાના કેસોને નિયંત્રિત કરવામાં ઈટલી અને અમેરિકા જેવા બીજા દેશોની તુલનામાં સારું કામ કર્યું છે.


    જોકે, અમારું આ અનુમાન ભારતમાં પ્રારંભિક ચરણના આંકડાઓના આધારે છે. તેમાં એક ખાસ વાત એ છે કે દેશમાં પ્રભાવિત કેસોનો અસલી આંકડો સ્પષ્ટ નથી.


    રિસર્ચરો મુજબ, આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભારતમાં ટેસ્ટિંગ રેટ હજુ પણ ખૂબ ઓછો છે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन