Coronavirus : સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન બોલ્યા- 'દેશ સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર'

ફાઇલ તસવીર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કોરોના વાયરસ (Coronavirus) અંગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્મથી ઉત્તર-પૂર્વ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને (Dr Harsh Vardhan, Union Health Minister) કોરોના વાયરસ (Coronavirus) અંગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્મથી ઉત્તર-પૂર્વ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન હર્ષવર્ઘને કહ્યુ કે, "અન્ય વિકસિત દેશોની જેમ આપણે દેશમાં ખૂબ ખરાબ પરિસ્થિતિનો અંદાજ નથી લગાવી રહ્યા, પરંતુ આપણે આખા દેશને સૌથી ખરાબ પરિસ્થિતિ માટે પણ તૈયાર કરી દીધો છે."

    કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'દેશમાં કોરોનાનો મૃત્યુદર લગભગ 3.3% છે. જ્યારે રિકવરી દર 29.9% સુધી વધ્યો છે. આ ખૂબ સારો સંકેત છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 11 દિવસમાં કેસ ડબલ થઈ રહ્યા છે. જે ગત સાત દિવસ દરમિયાન 9.99 દિવસ હતા.'

    આ પણ વાંચો :  કોરોના દર્દીનો એક રિપોર્ટ નેગેટિવ આવશે તો હૉસ્પિટલમાંથી રજા આપી દેવાશે

    નોંધનીય છે કે કોરોના વાયરસને કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા વધીને શનિવારે 1,981 થઈ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 59, 662 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 95 લોકોનાં મોત થયા હતા, જ્યારે 3,320 નવા કેસ સામે આવ્યા છે.

    દેશમાં 39,834 લોકોની ચાલી રહી છે સારવાર

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં 39,834 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 17,846 લોકો સાજા થયા છે. એક દર્દી વિદેશ ચાલ્યો ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, "અત્યારસુધી આશરે 29.91% લોકો સ્વસ્થ્ય થયા છે." સંક્રમિત કુલ લોકોમાં 111 વિદેશ નાગરિક પણ સામેલ છે.



    આ પણ વાંચો : અમિત શાહે મમતા બેનરજીને લખ્યો પત્ર- બંગાળ સરકાર મજૂરોને લાવવાનો પ્રયાસ નથી કરી રહી

    શુક્રવાર સવારથી અત્યાર સુધી કુલ 95 લોકોનાં મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં 37, ગુજરાતમાં 24, પશ્ચિમ બંગાળમાં 9, મધ્ય પ્રદેશમાં 7, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 4-4, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં 3-3, દિલ્હીમાં 2 અને પંજાબ અને હરિયાણામાં 1-1 મોત થયા છે.

    ઝારખંડમાં કોરોના વાયરસને કારણે ત્રણ લોકોનો જીવ ગયો. ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં બે-બે લોકોનાં મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મેઘાલય, ચંદીગઢ, આસામ અને ઉત્તરાખંડમાં એક એક વ્યક્તિનું મોત થયું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: