ભારતમાં કોરોનાના કેસ વધીને બે લાખને પાર, 48.07% થયો રિકવરી રેટ

News18 Gujarati
Updated: June 3, 2020, 10:04 AM IST
ભારતમાં કોરોનાના કેસ વધીને બે લાખને પાર, 48.07% થયો રિકવરી રેટ

  • Share this:
દેશમાં કોરોના વાયરસનો વ્યાપ વધતો જઇ રહ્યો છે. ભારતમાં કોરોનાના બે લાખ કરતા વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 5500થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. દુનિયામાં સૌથી વધુ કોરોના સંક્મિત દેશોની યાદીમાં ભારત સાતમા સ્થાન પર છે. આ યાદીમાં અમેરિકા 18 લાખથી વધારે કેસની સાથે પહેલા નંબર પર છે.

એક લાખ કરતા વધારે સાજા થયા

જો આંકડાઓની વાત કરીએ તો, અત્યાર સુધી દેશભરમાં 2,07,615 લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. 5,815 લોકોના મોત થયા છે જ્યારે 1,00,285 દર્દી સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધુ 72,300 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અહીં 2,465 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો બીજી તરફ 24,586 દર્દીઓ સાથે તમિલનાડુ બીજા ક્રમે છે અહીં 200 લોકોના કોરોનાના લીધે મોત થયા છે. દિલ્હી 22,132 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે અને 556 લોકોના મોત થયા છે.આ પણ વાંચો - Coronavirus : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત! 24 કલાકમાં 415 નવા કેસ, 29નાં મોત

મહારાષ્ટ્રમાં સૌથી વધુ દર્દી નવા નોંધાયા

covid19india.org પાસેથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં 2287, તમિલનાડુમાં 1091, ગુજરાતમાં 415, પશ્ચિમ બંગાળમાં 396, કર્ણાટકમાં 388, રાજસ્થાનમાં 171, બિહારમાં 104, ઓડિશામાં 141, આંધ્ર પ્રદેશમાં 115, ઉત્તરાખંડમાં 40, આસામમાં 28 અને મિઝોરમમાં 12 દર્દી નવા નોંધાયા હતા. આ ઉપરાંત 641 એવા દર્દી હતા. જેમના રાજ્ય અંગે માહિતી મળી નથી.ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ

ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક વધીને 17632 જ્યારે મૃત્યુઆંક 1092 થઇ ગયો છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે. જોકે, કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા ટોચના 10 રાજ્યો કે જ્યાં મૃત્યુદર સૌથી વધુ હોય તેમાં ગુજરાત 6.20% સાથે ચિંતાજનક રીતે મોખરે છે.

આ પણ જુઓ - 
First published: June 3, 2020, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading